રાજકોટ શહેર જિલ્લામાં દારૂ અને બાયોડીઝલનો કાળો કારોબાર છતાં IPSને ગૃહના થાબડભાણાં
સ્ટેટ મોનિટરિંગ સેલએ 20 દિવસના ટૂંકાગાળમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂના બે મોટા દરોડા પાડી ઊંઘી રહેલી પોલીસને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એસએમસીની ઉપરાછાપરી બે રેડથી રાજકોટ શહેર પોલીસ જાગી નહીં અને શહેરમાં બાયોડીઝલનો ધમધોકાર ધંધો થતો હોવાનું અચાનક જ બહાર આવી ગયું. 12000 લિટર કથિત બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે. 11 વ્યક્તિની અટકાયત કરાઈ છે. જોકે આ બનાવને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે છતાં કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો નથી. બીજીબાજુ આ પ્રકરણની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર આર. જી. બારોટને સોંપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.