PMની ફ્લાઈટ 27મીએ સાંજે હિરાસર એરપોર્ટમાં ઉતરશે, લોકાર્પણ કરી રેસકોર્સ પહોંચશે - At This Time

PMની ફ્લાઈટ 27મીએ સાંજે હિરાસર એરપોર્ટમાં ઉતરશે, લોકાર્પણ કરી રેસકોર્સ પહોંચશે


એરપોર્ટમાં લોકાર્પણનો કાર્યક્રમ પૂરો કરી ફરી ફ્લાઈટમાં બેસી રાજકોટ શહેર આવશે

22મીએ મુખ્યમંત્રી રાજકોટમાં પણ કેકેવી બ્રિજ સહિતના લોકાર્પણ નહિ કરે તે પીએમના હસ્તે જ થશે

રાજકોટની ભાગોળે તૈયાર થયેલા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ રાજકોટ આવી રહ્યા છે. જેના માટે આખું તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. કલેક્ટર કચેરીએ બેઠકોનો ધમધમાટ કરીને કાર્યક્રમ કરવા માટે કમિટીઓની રચના અને જવાબદારીઓની વહેંચણી ચાલી રહી છે. વડાપ્રધાનના હસ્તે એરપોર્ટ ઉપરાંત અલગ અલગ 3000 કરોડ રૂપિયાના કામોના લોકાર્પણ થશે જેનો કાર્યક્રમ રેસકોર્સમાં થશે. વડાપ્રધાન બપોરે 3 વાગ્યાની આસપાસ રાજકોટ આવશે તેવો અંદાજિત સમય અપાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.