ગોસા(ઘેડ) વિસ્તારમાં વરસાદી પુરપાણી ને કારણે સર્જાયેલ પુરગ્રસ્ત પરિસ્થિતિનો ટ્રેકટરમાં જઈ ને તાગ મેળવતા પોરબંદરના પ્રભારી ને પાણી પુ.મંત્રી કુવરજીભાઈ બાવળીયા
ગોસા(ઘેડ) તારીખ:- ૨૧/૦૭/૨૦૨૩
પોરબંદર તાલુકાના ગોસા (ઘેડ) વિસ્તારમા છેલ્લા બે દિવસથી મેધરાજાએ ભારે હેત વરસાવતાં ઘેડ વિસ્તાર પાણીથી જળબંબાકાર થઈ ગયો છે. અને જ્યા જુઓ ત્યા પાણી પાણી જ દેખાય છે વરસાદ અને ઉપરવાસથી ડેમોના દરવાજાઓ ખોલવામાં આવતા તે પાણી સીધા ભાદર,ઓઝત, મીણસાર ,મધુવંતી જેવી નદીઓમા આવતાં ઘેડ વિસ્તાર રકાબી આકાર નો પ્રદેશ હોવાથી ઘેડમાં ભરાઈ રહેતાં ઘેડ વિસ્તાર બેટ્માં ફેરવાઈ ગયો છે. આજે ઘેડ વિસ્તારની પુર પાણી પરિસ્થિતિને જાત મુલાકાત માટે પોરબંદરના પ્રભારી મંત્રી, જળ સંપતી અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા દોડી આવેલ. અને ગોસાબારા, ગોસા નરવાઈ મંદિરે તેમજ નરવાઈ મંદિર અને ચિકાસા ગામ વચ્ચે આવેલ પાથરા કેનાલ ની જાત મુલાકત લઈ પુર પાણી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેબિનેટ મંત્રીશ્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે પોરબંદર-માધવપુર હાઇવે પર ટ્રેક્ટરમા બેસીને ઘેડ વિસ્તારમાંથી આવતા પૂરના પાણીનું નિરીક્ષણ કર્યું હતું.અતિ ભારે વરસાદના પગલે જિલ્લા પ્રવાસે આવેલા જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ ઘેડ વિસ્તારમાંથી આવતા પાણીના પ્રવાહની સ્થિતિનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને અગ્રણીઓ સાથે જરૂરી વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું હતું. પાથરા વિસ્તાર નરવાઇ મંદિરની બાજુમાં નેશનલ હાઈવે પર ભાદર અને ઓજત નદીના પાણી નવીબંદર બારાથી દરિયામાં નિકાસ પામે છે. તે પાણીના પ્રવાહનું નિરીક્ષણ કરી મંત્રીશ્રીએ સ્થાનિકો સાથે વાર્તાલાપ કરી પાણીમાં જોખમ ન ખેડવા સલાહ આપી સરકારના માર્ગદર્શનમા જિલ્લા વહીવટી તંત્ર અસરગ્રસ્તોને મદદ માટે ખડેપગે તૈનાત છે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ સાથે અગ્રણીઓ તથા અધિકારીઓને પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
પોરબંદર ના પ્રભારી મંત્રી અને જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ નેશનલ હાઈવે પર પાણી ભરાયેલા હોવાથી ત્યાં ફોર વ્હીલ ન જઈ શકે તેવી પરિસ્થિતિ હોવના કારણે અને રસ્તાઓ બંધ થઈ જતાં ટ્રેકટરમા બસી જઈને પણ પાથરા કેનાલ ની અને પુરગ્રસ્ત્ની મુલાકત લધી હતી. પાથરા કેનાલ અને તેમા ગેઈટ ના દરવાજા વધુ ના હોવા ના કારણે તેમજ આ સાલ નવો પોરબંદર –સોમનાથ નેશનલ હાઈવે રોડ બનતા અને તેની ઉચાઈ વધુ હોવાના કારણે અને પુર પાણી ના નિકાલ માટે રોડ બનેલ ત્યારે કોઈ નેશનલ હાઈવે ઓથોરેટી વાળાઓએ કશુ ધ્યાન ના આપતા અને પાણી નિકાલ માટે નેશનલ હાઈવે રોડમા સમયાંતરે જે રોડ વચ્ચે પાણી નિકાલ માટે ગેઈટ કે પોલીયા મુકવા જોઈએ એ ન મુકવામાં આવતા આ વર્ષે તેના કારણે વરસાદી પાણી અને નદીઓ મારફતે આવતુ પાણી પાથરા કેનાલ વાટે નિકળવુ જોઈએ તેનો નિકાસ ન થતાં આજે ઘેડ વિસ્તારની આ પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે અને જેના કારણે ઘેડ વિસ્તારમાં કરાયેલ વાવેતર નો સત્ય નાશ થઈ ગયો છે તેવી રજુઆતો પ્રભારી મંત્રી સાથે જાત નિરિક્ષણમાં રહેલ ઘેડ વિસ્તારના સરપંચો, આગેવાનોએ મંત્રી સમક્ષ રજુઆતો કરી હતી. પ્રભારી મંત્રી કુવરજીભાઈ બાવળીયા જાત નિરિક્ષણમા પણ આ બધુ જોયુ હતુ. અને સાથે રહેલા સરકારી ક્ષાર અંકુશના અધિકારી સોલંકી, કારાવદરા સરકારી અધિકારિઓને આ બાબત તાકીદ કરી અને ઘટતુ કરવા અને આ અંગે સરકારમાં રિપોર્ટ તૈયાર કરી મોકલવા જરૂરી સુચનાઓ આપી હતી.
પ્રભારી મંત્રી કુવરજીભાઈ બાવળીયા સાથે પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ મશરીભાઈ ખુંટી, પોરબંદર યુવા જીલ્લા ભજપના પ્રમુખ ભીમભાઈ ઓડેદરા, ભડ ના અગ્રણી આગેવાન દિલિપભાઈ મોઢવાડીયા, ગોસા(ઘેડ) બાવીસીયુ આઈના ભુવા આતા શ્રી ખીમાભાઈ ખોડીયાતર, ગોસાના ઉપ સરપંચ પોલાભાઈ આગઠ. નવાગામના સરપંચ હરદાસભાઈ આગઠ, સરકારી અધિકારીઓમા પોરબંદર મામલતદાર ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી મકવાણા, તાલુકાના જિતુભાઈ ડાકી,ગોસાના તલાટી મંત્રી મુરૂભાઈ પાતા. રાજપરના તલાટી મંત્રી લખુભાઈ રાતીયા, તેમજ ગોસા(ઘેડ) અને રાજપરના આગેવાનો સહીતના જોડાયા હતા. નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પરેશભાઈ પી.ચાવડા અને પોલિસ સ્ટાફે બધોબસ્ત ગોઠવેલ અને રસ્તા બંધ થઈ જતા અને પુર પાણીથી લોકોને સાવચેત કરાયા હતા,
અહેવાલ:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.