તથ્ય ને સજા થાય તેમાં તથ્ય ખરું ? લાઈફ ઇઝ પ્રેસિયર ટેઈક કેર ડ્રાઇવ કેરફલી જિંદગી કિંમતી છે કાળજી રાખો મોરબી પુલ દુર્ઘટના માં શુ થયું ? ચાલ્યો ફાસ્ટ્રેક કોર્ટ માં થઈ સજા અને થાય તોય અપીલ માં અટવાઈ જશે વર્ષે રેઢિયાર ઢોર ના કારણે અકસ્માતે લાખો મોત થાય છે પશુ સંશોધન બિલ મુદ્દે પશુ પાલકો એ વગર નિરણે સરકાર ને પોદળો કરાવ્યો સંશોધન નહિ અંતરશુદ્ધિ ની જરૂર. મોટર વહિકલ નો કાયદો પર્યાપ્ત છે પણ ભ્રષ્ટ તંત્ર માં અમલ ક્યાં ?
લાઈફ ઇઝ પ્રેસિયર ટેઈક કેર ડ્રાઇવ કેરફલી જિંદગી કિંમતી છે કાળજી રાખો મોટર વહિકલ એક્ટ તેના માટે નું તંત્ર પછી પણ માર્ગ અકસ્માતો માં વર્ષે લાખો લોકો મોત ને ભેટ છે
બિલાડી ના ટોપ જેમ ફાટી નીકળતી ખાનગી આર.ટી.ઓ એજન્ટ પ્રથા લાયસન્સ આપતી વ્યવસ્થા માર્ગ સંકેત નું અધૂરું જ્ઞાન કોઈ જાત ના પ્રશિક્ષણ વર્ગ વગર આડેધડ આપતા લાયસન્સ ઉપરાંત ભ્રષ્ટ તંત્ર માર્ગ અકસ્માત માટે જવાબદાર છે
વાહન વહેવાર તંત્ર ગતિ મર્યાદા ઓવર લોડ નોપાર્કિગ ઝીબ્રા ક્રોસિંગ ફૂટ બ્રિજ અવર જવર અવાજ રીફલેક્ટર હેડ લાઈટ નિર્ધારિત કરતા વધુ ધુવાડો હોર્ન સિગ્નલ ભંગ વીન્ટર સ્કિન કાચ ઉપર ડાર્ક ફિલ્મ રેડીયમ પટ્ટી આગળ પાછળ ની લાઈટો મલ્ટી ટોન હોર્ન ટ્રાફિક ચિન્હ સહિત અનેક અનેક નીતિ ઓનું નિયમન કરવા નું હોય છે પણ ભ્રષ્ટ તંત્ર ના પાપે માર્ગ અકસ્માત થી વર્ષે લાખો લોકો મોત ને ભેટ છે
તાજેતર માં અમદાવાદ ઇસ્કોન માં બનેલ અકસ્માત પહેલી વાર ની ઘટના નથી બીજા ની ભૂલ થી નિર્દોષ નો ભોગ કેમ ? આવા અનેક સવાલો ઉભા કરતા અતિ ગંભીર અકસ્માત માં આટલી બધી સ્પીડ માં કાર ચલાવી ત્યારે ચેક પોસ્ટ શહેરી સંકુલ માં મનપા નું ટ્રાફિક નિયમન તંત્ર ક્યાં હતું ? એક અકસ્માત ગ્રસ્ત વાહન રોડ ઉપર ટકરાયેલ અવસ્થામાં પડ્યું હતું તો બેરીકેટ કેમ ન મુકાયા ? અકસ્માત સ્થળ ને કોર્ડન કેમ ન કરાયું ? મૃતકો ને ૪.લાખ ને ધાયલો ને ૫૦ હજાર ની સહાય રાજ્ય સરકારે કેમ ચૂકવવા ની ? તથ્ય પટેલ ની સ્થાવર સંપત્તિ ની હરાજી કરી વળતર વસુલ કરવું જોઈ એ દાખલા રૂપ સજા કરવી જોઈ એ ઘણા કિસ્સા ઓમાં સુખી સંપન્ન પરિવારો સગીર સંતાનો ને ભારે હોસપાવર ના વાહનો ચલાવવા આપી દેતા હોય તેથી આવા ગમખ્વાર અકસ્માતો વારંવાર થતા રહે છે છતાં તંત્ર રાત ગઈ બાત ગઈ ની યુક્તિ એ બીજો અકસ્માત ન થાય ત્યાં સુધી જૂનું ભૂલી જવા ની પદ્ધતિ ક્યાં સુધી ? ૯ નવ યુવાનો નો ભોગ લેનાર ઇસ્કોન બ્રિજ અકસ્માત માં કેસ ફાસટ્રેક કોર્ટ માં ચલાવવા થી મૃતકો પાછા આવી જશે ? તેના પરિવાર ને પડેલ ખાડો વળતર થી પુરાશે ? ઘોડા છૂટ્યા બાદ તબેલા ને તાળા સીસી ટીવી કેમેરા મેન્ટનેસ કરાશે તેવી ખાત્રી ની શી જરૂર ? મોરબી પુલ દુર્ઘટના પછી શું થયું ફાસ્ટ્રેક ના ચુકાદા પછી અપીલ માં અટવાડી દેવાશે
વર્ષે રેઢિયાર ઢોર ના કારણે માત્ર ગુજરાત માં ૩૫૦૦ થી વધુ મોત ઢોર નિયમન કાયદા નું સંશોધન નો હેતુ અકસ્માતે થતા મૃત્યુ અટકાવવા નો હતો વગર નિરણે સરકાર પોદળો કરી ગઈ જુના કાયદા ઓમાં સ્થાનિક પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર માં ઢોર નિયમન ની જોગવાઈ શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગ માં છે જ પણ અમલ કોણ કરે ? ઢોર પકડી પુરવા માટે ના ડબ્બા છે ? કાયદો અને તંત્ર બંને છે પણ તંત્ર ની દાનત નથી તેનું શું ? ચેતતા નર સદા સુખી માર્ગ સલામતી સપ્તાહ જોર શોર થી ઉજવાય છે અનેક અનેક અવનેસ પછી પાલન તો તંત્ર એ કરવા કરાવવાનું હોય છે આમા તંત્ર ની કોઈ જવાબદારી ખરી કે નહીં ? ચૂંટણી સમયે સર્વેલન્સ ના નામે સ્વાયત દરજ્જો ધરાવતા તંત્ર દ્વારા આમ લોકો ના સરસમાન ફફોળી પાલન કરાવે છે તેજ તંત્ર નું સંકલન તો આમાં થી કરાય છે ને ? ઇસ્કોન બ્રિજ અકસ્માત માં નવ લોકો મોત ને ભેટયા તે કોઈ ના ઘર પરિવાર નો મુખ્ય આધાર હતા તેને વળતર ચૂકવી સંતોષ માનવા નો ? માનવ જીવન નું મૂલ્ય નાણા હોય શકે ? આવા કિસ્સા માં વારંવાર વળતર ની વાત આવે છે ત્યારે દંડ નીતિ અંગે પુખ્ત વિચાર ની જરૂર આદર્શ કાયદો વ્યવસ્થા એ સરકાર ની જવાબદારી નથી ? વારંવાર આવા બનાવો પછી ખાત્રી આપવા ની સુધારા વધારા ની વાતો કરવા ની કડક કાર્યવાહી ની દુહાઈ દેવાની ? કેસ ઝડપી ચલાવવા થી મૃતકો ના પરિવાર ની ખોટ પુરાશે ? રેલવે અકસ્માત માં ૩૦૦ થી વધુ લોકો મોત ના મુખ માં ગયા નો બનાવ તાજો છે કેન્દ્ર સરકાર ના રેલ તંત્ર એ શું તીર માર્યું ? કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર પોતા ને અનુકૂળ હોય તેમ કાયદા નું અવલોકન અર્થઘટન કરી સતા માં ટકી રહેવા હરહંમેશ ખુશામત કરતી વ્યવસ્થા વિકસી રહી છે દર વર્ષે લાખો લોકો રેઢિયાળ ઢોર ના કારણે મોત ને ભેટ છે કાયદો કડક બનાવવા સંશોધન નહીં પણ હયાત કાયદો પર્યાપ્ત છે પાલન ક્યાં કરવું છે ? તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લિજ્જત આપતી આવી સૂફીયાણી સલાહ આપે રાખો ને રાજ કરો તથ્ય ને સજા થાય તેમાં તથ્ય ખરું ? વારંવાર મનકી બાત નહિ ક્યારેક ઢગ કી બાત થવી જોઈ કે નહીં
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.