મહિલા ઓનો વિકાસ બાળકોને શિક્ષણ રોજગાર લક્ષી કોમ્પ્યુટર સ્કીલ,શિલાઈ વર્ગ બ્યુટી પાર્લર વર્ગ ની બહેનો ગાયત્રી મંત્ર ના મહત્વ થી અવગત કરાય - At This Time

મહિલા ઓનો વિકાસ બાળકોને શિક્ષણ રોજગાર લક્ષી કોમ્પ્યુટર સ્કીલ,શિલાઈ વર્ગ બ્યુટી પાર્લર વર્ગ ની બહેનો ગાયત્રી મંત્ર ના મહત્વ થી અવગત કરાય


અમદાવાદ અધિક માસ સંસ્થા સ્થાપના નું વર્ષ થતા અનેક વિધ સેવા યજ્ઞ ની સમીક્ષા તા.૨૦-૭-૨૦૨૩ ગુરુવારે બપોર પછી ૩-૩૦ થી ૬-૩૦ દરમ્યાન અધિક શ્રાવણ માસમાં ટ્રસ્ટ ને એક વર્ષ પૂર્ણ થયે થી ગાયત્રી યજ્ઞનું આયોજન મહાવીર ગોપાલ મહેંક સેવા સંકુલ, પ્રેરણા તીર્થ દેરાસર રોડ, જોધપુર ગામ ખાતે સંસ્થાની ૨૦૦ જેટલી શ્રમજીવી મહિલાઓએ તથા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ ગાયત્રી પરિવાર નારણપુરા સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી મંત્રનું જીવનમાં શું મહત્ત્વ છે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી અને ગાયત્રી ચાલીસા પાઠ કરીને સૌને ગાયત્રી ચાલીસા નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા સંસ્થાની મહિલા ઓનો વિકાસ, બાળકોને શિક્ષણ,રોજગાર લક્ષી તાલીમ જેવી કે કોમ્પ્યુટર સ્કીલ,શિલાઈ વર્ગ, બ્યુટી પાર્લર વર્ગ તથા બપોરે દરરોજ ભૂખ્યાને ભોજનની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે તે અંગેની જાણકારી ટ્રસ્ટી શ્રી વિનુભાઈ અલગોતરે આપી હતી અને ઉપસ્થિત રહેલા ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો, લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલના શ્રી ગીરીશભાઈ પટેલ તેમજ અન્ય આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.