પ્રદૂષણ ફેલાવતા આઠ એકમો બંધ કરવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આદેશ કરતા ઉદ્યોગકારોમાં દોડધામ મચી. - At This Time

પ્રદૂષણ ફેલાવતા આઠ એકમો બંધ કરવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આદેશ કરતા ઉદ્યોગકારોમાં દોડધામ મચી.


AT THIS TIME NEWS
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ જીઆઈડીસી, થાન સિરામિક ઉદ્યોગ તેમજ સાયલા પંથકનો ક્વોરી ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે ત્યારે જિલ્લામાં હવા પ્રદૂષણ ફેલાવતા એકમો, ખાનગી હોસ્પટલો સામે અવાર નવાર કાર્યવાહી કરવામાં આવે છે જેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, સાયલા, ધ્રાંગધ્રા, થાન સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા છાપો મારતા એકમોના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી પરિણામે જિલ્લામાં એપ્રિલ 2023 થી જૂન 2023 એટલે છેલ્લા 3 માસમાં જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કુલ 46 ઔદ્યોગિક એકમોનો વિવિધ નોટિસો ફટકારાઈ આવી હતી અધિનિયમનું ઉલ્લંઘન કરતા એકમો ઝપટે ચડી ગયા હતા જેના કારણે આ સમયગાળા દરમિયાન જિલ્લાના તેમાય વઢવાણ જીઆઇડીસી અને તેની આજુબાજુ આવતા એકમો સામે કાર્યવાહી કરાઇ હતી જિલ્લામાં છેલ્લા 3 માસમાં 8 એકમોને બંધ કરવાના હુકમ કરવામાં આવતા એકમોના માલિકોમાં દોડધામ મચી હતી આ ઉપરાંત અન્ય 22 એકમોને નોટિસો તેમજ 16 એકમોને કારણદર્શક નોટિસો આપવામાં આવી હતી બીજી તરફ નિયમોનું પાલન નહી કરે તેવા એકમો સામે પણ જી.પી.સી.બી દ્વારા નોટિસની કાર્યવાહી કરાશે તેવી વિગતો બહાર આવી હતી પરંતુ તંત્રએ એકમો બંધ કરવાના અને નોટિસો ફટકારી પણ આવા એકમોના નામ જાહેર કર્યા ન હતા તેમજ જિલ્લામાં મંજૂરી વગર ધમધમતી તેમજ બાયોમેડિકલ વેસ્ટ કચરો ખૂલ્લામાં ખાનગી હોસ્પિટલો નિકાલ કરતી હોવાની અનેક બૂમરાણો ઉઠવા પામી છે જિલ્લામાં પ્રદૂષણ ફેલાવતી હોસ્પિટલો સામે પણ કાર્યવાહીથી ભણકારા વાગી રહ્યા છે ત્યારે તા. 19-7-2023 ને મંગળવારે જિલ્લા આરોગ્ય તંત્ર, સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ પાલિકા તેમજ જી.પી.સી.બી એમ સંયુક્ત રીતે ડ્રાઇવ યોજી હતી જેમાં બાયોમેડિકલ વેસ્ટના નિમયોનું પાલન થાય છે કે નહીં સહિતની ચકાસણી માટે કાર્યવાહી કરાઇ હોવાની વિગતો બહાર આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.