આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એન.એસ.એસ યુનિટ દ્વારા ત્રિવેણી કલાકૌશલ કાર્યક્રમ યોજાયો. - At This Time

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એન.એસ.એસ યુનિટ દ્વારા ત્રિવેણી કલાકૌશલ કાર્યક્રમ યોજાયો.


શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન શ્રી એન.કે મહેતા એન્ડ શ્રીમતી એમ.એફ દાણી આર્ટ્સ કોલેજ માલવણમાં 'એન એસ એસ યુનિટ' દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "ત્રિવેણી કલાકૌશલ" કાર્યક્રમ યોજાયો.
એન.એસ.એસ યુનિટના કો-ઓર્ડીનેટર(પી.ઑ) ડૉ.નરેશભાઈ વણઝારાના જણાવ્યાં અનુસાર આ કાર્યક્રમમાં વકૃત્વસ્પર્ધા, નિબંધસ્પર્ધા અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. સી.એમ પટેલ જેઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એ.સી મેમ્બર છે તેમજ ડૉ.વિમલ ગઢવી જેઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એ.સી મેમ્બર છે તેમણે ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડૉ. નરેશભાઈ વણઝારાએ કર્યું હતું. વિદ્યાર્થીની ઇલા રાવલે કાર્યક્રમમાં પ્રાર્થના કરી હતી. ડૉ.એલ.એમ ડામોરે એન.એસ.એસની માહિતીથી વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રથમ ત્રણ ક્રમાંકે વિદ્યાર્થીઓ આવ્યા હતા જેમાં વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ખાંટ રાજદીપ ભેમાભાઈ, નિબંધસ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે બારીયા મનીષાબેન મહેશભાઈ અને ચિત્રસ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે પગી ઉમેશકુમાર કાંતિભાઈ વિજેતા થયા હતા, જેવો યુનિવર્સિટી કક્ષાએ આ સ્પર્ધામાં ભાગ લેશે. નિર્ણાયક તરીકેની ભૂમિકા ડૉ.વિમલ ગઢવી, ડૉ. જાગૃતિબેન શાહ, ડૉ.એસ.એસ ગાવીત, ડૉ.એલ.એમ ડામોર અને ડૉ. અંકિત પટેલે ભજવી હતી આ ત્રણેય સ્પર્ધાઓમાં કોલેજમાં 30 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે સરાહનીય બાબત છે. સંસ્થાના તમામ અધ્યાપકમિત્રો, વહીવટી કર્મચારી ગણનો પણ આમાં વિશેષ સહયોગ રહ્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમની આભારવિધિ એન.એસ.એસ યુનિટના સહ કોઓર્ડીનેટર ડૉ.સુનિલ સુથારે કરી હતી.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ 8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.