દહેગામ તેમજ રખિયાલ બજાર માં લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરતી પાણીપુરી ની લારીઓ. આરોગ્ય વિભાગ અંધારામાં
દહેગામ,રખિયાલ બજાર તેમજ ગામડાઓમાં પાણીપુરી ખુબ મોટા પ્રમાણે વેચાણ થઇ રહ્યું છે પરંતુ જેટલું વેચાણ થઇ રહ્યું છે તેનાથી બમણું તો લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે કારણ કે આ પાણીપુરી માં ભેરસેર સાથે ગંદકી નું પ્રમાણ પણ વધી રહ્યું છે જેના કારણે ચોમાસા ની ઋત્તુમાં દિવસે ને દિવસે લોકોમાં રોગો વધી રહ્યા છે છતાં દહેગામ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સ્થળે ચેકીંગ કરવામાં આવ્યું નથી. હવે મહત્વ ની વાત એ છે કે ચોમાસા માં આવી ભેળસેળ વાળી પકોડી માં માવા માં બટાકા તેમજ તેની સાથે પાણીની તપાસ થાય તો દહેગામ તેમજ રખિયાલ માં લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરનાર આશરે 20 થી 25 પાણીપુરી ની લારીઓ પકડાઈ જાય પરંતુ દહેગામ આરોગ્ય વિભાગ જાણે કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈને બેસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે........ , , મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.