વિસાવદરના બે સરકારી વિભાગના કર્મચારીઓએ જવાબદારી માંથી છટકવા એક બીજાને ખો - At This Time

વિસાવદરના બે સરકારી વિભાગના કર્મચારીઓએ જવાબદારી માંથી છટકવા એક બીજાને ખો


વિસાવદરના બે સરકારી વિભાગના કર્મચારીઓએ જવાબદારી માંથી છટકવા એક બીજાને ખો
પ્રજાના પ્રશ્ન ઉકેલવામાં કોઈને રસ નથી રોડ ઉપરના દબાણ દૂર કરવા પહોંચી ફોટા પડાવતા અધિકારી રોડની જવાબદારીથી દૂર શા માટે ભાગે છે
વિસાવદરતા.વિસાવદર શહેરમાં પડેલા ૬૦ ઈંચ વરસાદના કારણે વિસાવદર શહેરના રોડ રસ્તાની હાલત ખુબજ દયનિય બની ગયેલ છે તેમાં વિસાવદર શહેર ઉપરાંત ધારી બાયપાસ અને જલારામ કટલેરીથી કાલસારી રોડની સ્થિતિ ખુબજ ખરાબ છે ત્યારે આ રોડ રસ્તા બાબતે નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ આ રસ્તા અમારામાં આવતા નથી તેવા જવાબો આપે છે જ્યારે સ્ટેટ આર.એન્ડ.બી.ને પૂછતાં આ રસ્તા તેનામાં આવતા નથી તેવા જવાબો આપે છે વિસાવદરમાં આ સંબંધે કોઈ નેતા બોલવા તૈયાર નથી અને બોલી શકે તેવા કોઈ નેતા પણ વિસાવદર માં નથી નહિતર વિસાવદર સિટીની પ્રજાને સરકારી તંત્રના જ બે વિભાગના અધિકારીઓ એક બીજા ને ખો આપી રહિયા છે બન્ને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી ત્યારે થોડા સમય પહેલા વિસાવદર માં ડીમોલેશનના નામે અધિકારીઓ પેશકદમી દૂર કરાવવા નીકળ્યા હતા ત્યારે ક્યાં રસ્તા ઉપર ક્યાં ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ગયેલા હતા અને જો તેની હકુમતમાં રસ્તા આવતા જ ન હોય તો પછી આ રોડ કોણે બનાવ્યો તેવો પ્રશ્ન ઉભો થાય છે સરકાર દ્વારા આ ગુજરાત મેં બનાવ્યું છે તેવી જાહેરાત કરવામાં આવે છે ત્યારે આ વિસાવદર અને વિસાવદરના આ રસ્તા મેં બનાવ્યા છે તેવું કહેવામાં સરકારી તંત્ર કોની લાજ કાઢી રહિયું છે જો બન્ને ડિપાર્ટમેન્ટના રસ્તા ન હોય આ રસ્તા બનાવવા સમયે કોણે સરકારની તિજોરીમાં બિલ મુક્યા છે તેની સ્પષ્ટતા વિસાવદરના કડક અધિકારીની છાપ ધરાવતા અધિકારી કરશે ખરા કે પછી તે પણ અમારા આવતું નથી તેવો જવાબ આપશે આ બાબતે કોઈપણ રાજકીય પક્ષના આગેવાનો રજુઆત કરશે કે પછી મૌનનું મુખોટુ પહેરી તમાશો જોશે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.