અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી સુ.શ્રી પ્રશસ્તિ પારીકને ભૂમિ સન્માન પ્લેટિનમ પ્રમાણપત્ર એનાયત.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ૬ જિલ્લાઓ ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત.
નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી સુ.શ્રી પ્રશસ્તિ પારીકને ભૂમિ સન્માન પ્લેટિનમ પ્રમાણપત્ર એનાયત.
અરવલ્લી સહીત ગુજરાતના ૬ જિલ્લાઓને ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP હેઠળ ૯૯ ટકાથી વધુ સફળ કામગીરી માટે 'પ્લેટિનમ સર્ટિફિકેટ’ એવોર્ડ મળ્યો.
રાજ્યમાં મહેસૂલી સેવાઓ ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી માટે તમામ ૬ કેટેગરીમાં ગુજરાતને સૌથી ઉચ્ચ ‘પ્લેટિનમ સર્ટિફિકેટ’ એવોર્ડ મળ્યો.
આ વર્ષે શરૂ થયેલ ભૂમિ સન્માન એવોર્ડમાં, પ્રથમ એવોર્ડ અરવલ્લી જિલ્લાને મળ્યો, સુશાશન અને પ્રજાલક્ષી અભિગમથી જિલ્લાએ 100% કામગીરી પૂર્ણ કરી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના ભૂમિ સંસાધન વિભાગમાં રાજ્ય સરકારની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત ભૂમિ સન્માન એવોર્ડ માટે ગુજરાતના ૬ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિશ્રીના હસ્તે આજ રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આ ૬ જિલ્લાઓને ‘ભૂમિ સન્માન-પ્લેટિનમ સર્ટિફિકેટ’ એનાયત કરાયા હતા.
દેશભરમાં 68 જિલ્લાઓ અને 9 રાજ્યોની ટિમોને વિજ્ઞાન ભવન, નઈ દિલ્લી ખાતે ટ્રોફી અને પ્રમાણપત્ર સાથે ભૂમિ સમ્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. મહામહિમ રાષ્ટ્રપતિશ્રીએ છેવાડાના માનવીને લેન્ડ રેકોર્ડ મોડર્નથી જે સુગમતા ને સગવડ મળી છે તેને બિરદાવી અને તમામને માર્ગદર્શન આપ્યું.
ડિઝીટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP યોજના અંતર્ગત રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે, મિલકત સંબંધી લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવામાં આવી છે. તેમજ પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઈઝ્ડ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે. iORA અને AnyRoR પોર્ટલ પર મહેસુલી સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
DILRMP યોજનાના કુલ છ અંગભૂત ઘટકો છે - ૧) કમ્પ્યુટરાઈઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ્સ (RoR), ૨) ડિઝીટલાઈજેશન ઓફ કેડસ્ટ્રલ મેપ્સ/FMBs, ૩) લીન્કેજીસ ઓફ RoR વિથ કેડસ્ટ્રલ મેપ્સ, ૪) કમ્પ્યુટરાઈઝેશન ઑફ રજિસ્ટ્રેશન, ૫) ઇન્ટીગ્રેશન ઑફ રજિસ્ટ્રેશન (SRO) વિથ લેન્ડ રેકોર્ડ્સ (રેવન્યુ ઓફિસ) અને ૬) મોર્ડન રેકોર્ડ રૂમ. આ બધા જ ઘટકોમાં ૯૯ ટકા કે તેથી વધુ સફળતાપૂર્વક કામગીરી કરનારા રાજ્યોને પ્લેટિનમ સર્ટિફિકેટ, ૯૫ ટકાથી ૯૯ ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી પાર પાડનારને ગોલ્ડ સર્ટિફિકેટ તથા ૯૦ ટકાથી ૯૫ ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી કરનારને સિલ્વર સર્ટિફિકેટ માટે પસંદ કરવામાં આવ્યા છે.
સુશાશન અને પ્રજાલક્ષી અભિગમથી જિલ્લાએ 100% કામગીરી પૂર્ણ કરી છે.
ગુજરાતના છ જિલ્લાઓને DILRMPના બધા જ ૬ ઘટકોમાં ૯૯ ટકાથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્લેટિનમ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકાર વતી કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ શ્રી પી. સ્વરૂપ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક શ્રી જેનું દેવન, સેટલમેન્ટ કમિશનર શ્રી એમ. એ. પંડ્યાએ આ એવૉર્ડ સ્વીકાર્યા. આ ઉપરાંત, સંબંધિત જિલ્લાના કલેકટરશ્રી અને જિલ્લા ટીમને પણ રાષ્ટ્રપતિશ્રી દ્વારા પ્લેટિનમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે, દેશ આઝાદી કા અમૃત કાળ તરફ જઈ રહ્યો છે ત્યારે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨થી વર્ષ ૨૦૨૫-૨૬ સુધી ડીઆઇએલઆરએમપી યોજના પૂર્ણ કરવા માટે વિશેષ ઝોક આપવામાં આવી રહ્યો છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.