વિસાવદર મા બિસ્માર બાયપાસ રોડ અને અન્ડરબ્રિજ માટે જવાબદાર કોણ
બિસ્માર બાયપાસ રોડ અને અન્ડરબ્રિજ માટે જવાબદાર કોણવિસાવદરની મુખ્ય બજારોમાંથી મોટા વાહનો ગામમાંથી પસાર થતા છાશવારે ટ્રાફિક જામ થાય છે.તેનુ કારણ ધારી બાયપાસ છે.
વિસાવદર ધારી બાયપાસ રોડની બિસ્માર પરિસ્થિતિને લીધે જનતા ત્રાહિમામ છે.નગરપાલીકા દ્વારા થતા વારંવાર ખોદકામથી ભારે મોટા ખાડા પડી ગયા છે.આર.એન્ડ બી. વિભાગ અને નગરપાલિકા બંને પોતપોતાની જવાબદારી નથી એમ કહી રહ્યા છે.જયા જુઓ ત્યાં રોડ તૂટેલી હાલતમાં જોવા મળે છે.આ બાયપાસ એ ફક્ત આઠ મહિના જ કામ આવે છે.પછી ચાર મહિના આસપાસના બાળકો માટે સ્વીમીંગ પુલ બની જાય છે.કરોડોના રૂપિયાના આંધણ બાદ બનાવેલા આ સ્વીમીંગ પુલ કમ બાયપાસના બજેટમાં બે ઓવરબ્રિજ બની જાય એમ લોકો કહે છે.કેટલાક લોકો તો એમ કહે છે.પૂવૅ નાયબ મંત્રી નીતિન પટેલે આનું ઉદ્ઘાટન કરેલ હતું એટલે અત્યારે તેની જે હાલત છે એ આ બાયપાસની હાલત છે.અને આ વિસાવદરની પ્રજા એટલી સહનશીલતા ધરાવે છે એટલે ચૂપ છે બાકી કોઈ બીજા તાલુકાની પ્રજા જન આંદોલન શરૂ કરી સતાધીશો અને આર.એન્ડ બી. વિભાગને બાયપાસમા ધૂબકા મરાવે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.