રાજ્યપાલશ્રીના અભિયાનને સાર્થક કરવા એક લાખથી વધુ ખેડૂતોને અપાઇ તાલીમ - At This Time

રાજ્યપાલશ્રીના અભિયાનને સાર્થક કરવા એક લાખથી વધુ ખેડૂતોને અપાઇ તાલીમ


*સાબરકાંઠા જિલ્લામાં ૩૧ હજારથી વધારે ખેડૂતો કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી*
************
*રાજ્યપાલશ્રીના અભિયાનને સાર્થક કરવા એક લાખથી વધુ ખેડૂતોને અપાઇ તાલીમ*
*******
ભારત એક ખેતી પ્રધાન દેશ છે. વર્તમાન સમયમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના સમાધાન માટે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ આવશ્યક છે.
પ્રાકૃતિક ખેતી થકી માનવકલ્યાણ અર્થે સાબરકાંઠા જિલ્લામાં ૭૫૩ ગામડાઓમાં ૩૧ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે. સાથે જ દેશી ગાય યોજના સહાય અંતર્ગત કુલ ૨૪૬૯ ખેડૂતો લાભ લઈ રહ્યા છે. જેમાં સૌથી વધારે ખેડબ્રહ્મામાં ૪૫૬ ખેડૂતો નોંધાયા છે.
પંચાયતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ૩૧ માર્ચની સ્થિતિએ કુલ ૫૧૨ તાલીમ આપવામાં આવી છે. જેમાં કુલ ૧૧૪૬૦૨ ખેડૂતોનો સમાવેશ થાય છે. સાબારકાંઠા જિલ્લામાં કુલ ૩૧૦૩૬ ખેડૂતો ખેતી કરી રહ્યા છે. ખેડબ્રહ્મામાં ૭૮, પોશીનામાં ૫૯, વડલી ૫૮, વિજયનગર ૮૬, પ્રાંતિજ ૭૪, ઇડર ૧૪૫, તલોદ ૧૦૧, હિંમતનગર ૧૫૨ ગામનો સમાવેશ થાય છે.
દેશીના વડપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી માટે પહેલ કરી અને રાજ્યપાલશ્રીએ તેને વેગ આપતા આજે રાજ્યમાં ૭.૩ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.પ્રાકૃતિક ખેતીને જયકારો આપનાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત પણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
****************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.