ભેંસાણ તાલુકાના બરવાળા ગામે ગૌચરની જમીન પર પૂર્વ સરપંચે કરેલ ગેરકાયદે થયેલ દબાણ તંત્રે દ્વારા દુર કરવા આવ્યું
ભેંસાણ તાલુકાના બરવાળા ગામે ગૌચરની જમીન પર પૂર્વ સરપંચે કરેલ ગેરકાયદે થયેલ દબાણ તંત્રે દ્વારા દુર કરવા આવ્યું ભેંસાણ તાલુકાના બરવાળા ગામે ગૌચર ની જમીન પર ગામના જ રહીશ અને પૂર્વ સરપંચ શ્રી કુંદન બેન નટવરલાલ ઘકાણ દ્વારા ગેરકાયદેસર કબ્જો મેળવી દબાણ કરવામાં આવ્યું હતું જે સરકારી ગૌચરની સર્વે નંબર 171 પૈકી ની 19 વીઘા જમીન પર કબજો દૂર કરવા માટે બરવાળા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી ને લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ કુંદન બેન ને પણ નોટિસ આપી ને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવ્યું હતું પરંતુ વહીવટી પ્રક્રિયા ના જાણકાર અને પૂર્વ સરપંચ દ્વારા કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ના આપતા આખરે બરવાળા ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવા ની કામ ગીરી કરવામાં આવી હતી ગામડે ગામડે વધતા જતા ગૌચરની જમીન ના દબાણો દૂર કરવા માટે સરકાર દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ભેંસાણ તાલુકા વિકાસ અધિકારી શ્રી ની સૂચના મુજબ તાલુકા વિસ્તરણ અધિકારી પંચાયત વિભાગ શ્રી દેવલતા બેન દવે તેમજ ગ્રામ પંચાયત બરવાળા ના તલાટી કમ મંત્રી શ્રી હેતલબેન સરવૈયા સરપંચ શ્રી અશોકભાઈ ગોંડલીયા, ઉપ સરપંચ શ્રી કૈલાસ બેન ગોંડલીયા તેમજ પંચાયત ના સભ્યો એ સાથે રહી સ્થળ સ્થિતિ નું રોજ કામ કરી ને સંપૂર્ણપણે દબાણ દુર કરી ને પશુઓ ને ચરવા માટે છૂટા મુકી દેવામાં આવ્યા હતા આ દબાણ દુર કરવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકાના સામાજીક આગેવાનો જેનીશભાઈ ભાયાણી, સુરેશભાઈ સાવલીયા, પ્રદીપ ભાઈ કાનપરીયા, મનુભાઈ પાઘડાર, ઉદયભાઈ ગોંડલીયા તેમજ દિલીપ ભાઈ મોવલિયા તેમજ ભેંસાણ તાલુકા મા મહિલાઓ દ્વારા સંચાલિત એક માત્ર ગૌ શાળા ની મહિલાઓ પણ જોડાઈ હતી ને આ દબાણ દુર કરવા આવ્યું હતું આ સરપંચ દ્વારા દબાણ દુર કરાતા ગ્રામજનો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
રિપોર્ટ..... કાસમ હોથી.... ભેસાણ.. મો..9913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.