દંપતી બે કલાક કામે ગયું ને પાછળથી તસ્કરોએ ઘરમાં હાથ સાફ કર્યો: રોકડ-દાગીનાની ચોરી
પ્રિયદર્શન સોસાયટીમાં આવેલ શુકન પેલેસની ઓરડીમાં રહેતો નેપાળી દંપતી કામે ગયા બાદ ત્રાટકેલા તસ્કરોએ હાથ ફેરો કરી રૂ.22 હજારનો મુદ્દામાલ ઉસેડી ગયાં હતાં. બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી 40 ફુટ રીંગ રોડ પર એસ.કે.વી. સ્કૂલ પાસે શુકન પેલેસ બીલ્ડીંગમાં નીચે ઓરડીમાં રહેતાં સુરજ માનસીંગ સાઉદ (ઉ.વ.35) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,
તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેની પત્ની સાથે સુકુન પેલેસમાં રહે છે અને તેમાં જ પાણી ચડાવવાનું તેમજ સાફ સફાઇ કરવાનું કામ કરે છે. તેમજ મવડી પાસે આવેલ ગણેશ ફુડઝોન નામની હોટલમાં વેઇટરનું કામ કરે છે. ગઈકાલે તેઓ ગાડીઓ સાફ કરવા માટે બાજુની બિલ્ડીંગમાં ગયેલ હતાં તેમજ તેની પત્ની કામ કરવા માટે બાજુની બિલ્ડીંગમાં ગયેલ હતી.બાદમાં તેઓ ઘરે આવેલ ત્યારે ઘરના દરવાજાનો તાળું તુટેલ જોવામાં આવેલ જેથી અંદર જોતા ઘરનો સામાન વેર વીખેર હાલતમા પડેલ હતો. અંદર રાખેલ કબાટના દરવાજાનો લોક તુટેલ હતુ.
દંપતીએ તેમાં રાખેલા રોકડા આઠ હજાર તેમજ સોનાનું પેન્ડલ રૂ.14 હજાર મળી કુલ રૂ.22 હજારનો મુદામલ ગાયબ હતો. જે કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં ઘુસી ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.વી. સોમૈયા અને સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.