માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ ગુજારી કોઈએ ગર્ભવતી બનાવી - At This Time

માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ ગુજારી કોઈએ ગર્ભવતી બનાવી


ઔદ્યોગીક વિસ્તાર મેટોડામાં રહેતી 20 વર્ષની અપરીણીત માનસીક અસ્થિર યુવતી ગર્ભવતી હોવાનું ખુલતાં ખળભળાટ મચ્યો હતો.કોઈએ તેની સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો હોવાનું ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી વિગત મુજબ મેટોડા જીઆઈડીસીમાં રહેતી શ્રમિક પરિવારની માનસિક અસ્થિર દિકરીને પેટમાં દુ:ખાવો ઉપડતાં પ્રથમ સ્થાનિક ડોકટર પાસે દવા લીધા બાદ ડોકટરે સિવીલ હોસ્પીટલે બતાવી દેવાનું જણાવતા પરિવાર પોતાની 20 વર્ષની દિકરીને લઈ સિવીલ હોસ્પીટલ ખાતે આવેલ.અત્રે સારવાર કરનાર ડોકટરના ધ્યાનમા આવ્યુ હતું કે આ યુવતી ગર્ભવતી છે જેથી તુરંત પ્રસુતિ વિભાગમાં દાખલ કરાઈ હતી અને જુદા જુદા રીપોર્ટ કર્યા બાદ ખુલ્યુ હતું કે આ યુવતીને સાડા ચાર માસનો ગર્ભ છે.
યુવતીના માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની દિકરી નાનપણથી જ માનસિક અસ્થિર છે.પિતા મજુરી કામ કરે છે જયારે માતા પણ કારખાનામાં કામ કરતા હોય સવારથી જ તેઓ ઘેરથી ચાલ્યા જાય છે અને રાત્રે પરત આવે છે.દરમ્યાન કોઈએ મંદબૂધ્ધિની યુવતીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યુ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.