આજે સર્વોત્તમ ડેરી ખાતે સેક્સ્ડ સીમેન ડોઝ (અંદાજે ૯૦% પાડી/વાછરડી આવે તેવી શક્યતા વાળા ડોઝ) વાપરનાર કૃત્રિમ બીજદાન કરનારા વ્યક્તિઓનું સન્માન કરાયું. - At This Time

આજે સર્વોત્તમ ડેરી ખાતે સેક્સ્ડ સીમેન ડોઝ (અંદાજે ૯૦% પાડી/વાછરડી આવે તેવી શક્યતા વાળા ડોઝ) વાપરનાર કૃત્રિમ બીજદાન કરનારા વ્યક્તિઓનું સન્માન કરાયું.


આજરોજ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સારી કામગીરી કરનાર બીજદાન વર્કરનો સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી શ્રી એચ.આર.જોષી, ચીફ જનરલ મેનેજર શ્રી વાય એચ જોષી, સિનિયર મેનેજર શ્રી કે.ડી.બારૈયા તેમજ મેનેજરશ્રી આર.આર.ખેર તથા વિશાળ સંખ્યામાં બીજદાન વર્કર હાજર રહ્યા. જેમાં સર્વોત્તમ ડેરી દ્વારા બીજદાન વર્કરને પ્રોત્સાહન માટે સૌથી વધારે સેક્સડ સીમેન ડોઝ વાપરનાર એક થી દસ નંબર લાવનાર વ્યક્તિઓનું સન્માન કરી પુરસ્કૃત કરવામાં આવ્યા. તેમજ સેક્સડ સીમેન ડોઝના વપરાશ બદલ અને સેક્સડ સીમેન ડોઝથી થયેલ વિયાણ માટે કુલ રૂi. ૭,૨૯,૩૫૦/- ઇન્સેટીવ પેટે ચૂકવવામાં આવ્યા. સિનિયર મેનેજર શ્રી કે.ડી.બારૈયાએ સેક્સડ સીમેન ડોઝ વધારવા દૂધ મંડળી તરફથી પૂરતા સહયોગની ખાતરી આપેલ. ચીફ જનરલ મેનેજર શ્રી વાય એચ જોષીએ સેક્સડ સીમેન ડોઝનું મહત્વ સમજાવી વ્યાપ વધારવા માટેના ઉપાયો વિષે માહિતી અને માર્ગદર્શન આપેલ. સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી એચ.આર.જોષીએ પોતાની આગવી શૈલીમાં જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ આનુવાંશિક ક્રાંતિ માટે હાકલ કરેલ. ઉપસ્થિત તમામ કૃત્રિમ બીજદાન કરનાર વ્યક્તિઓએ હવે પછી ૧૦૦% કૃત્રિમ બીજદાન સેક્સડ સીમેન ડોઝથી જ કરવા નિર્ણય લીધો અને સર્વોત્તમ ડેરીના માર્ગદર્શન અને સહકાર બદલ આનંદ વ્યક્ત કરી આભાર માન્યો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.