દહેગામ ના ચેખલાપગી આંગણવાડી ક્રમાંક 2 ની જર્જરિત હાલત છતાં બાળકો ને અંદર બેસાડવામાં આવે છે
દહેગામ ની ચેખલાપગી ની આંગણવાડી ક્રમાંક 2 માં તંત્ર ની બેદરકારી સામે આવી રહી છે કારણ કે આંગણવાડી ની અંદર પથ્થર ની ટાઇસ નીચે ખાડા પડી જવા પામ્યાં છે છતાં તંત્ર તેમજ આંગણવાડી કર્મચારી બેનો બે વર્ષ થી નાના ભૂલકાઓને અંદર બેસાડવામાં આવી રહ્યા છે. આ અંદર તળિયા ની નીચે સાપ, ઉંદર નીચે સંતાઈ રહે તેવા ખાડાની ઉપર નાના ભુલાકાઓ ને બેસાડી તંત્ર સુ કોઈ મોટો બનાવ બને તેવી રાહ જોઈ રહ્યું છે કે સુ તે સમજાતું નથી. , , આ આંગણવાડી માં બે વર્ષ દરમિયાન નાના ભૂલકાઓ આટલી બધી ગરમી માં પંખા વગર બેસી રહે છે છતાં તંત્ર ના પેટમાં પાણી પણ હલતુ નથી હવે તંત્ર પાસે શું અપેક્ષા રાખવી ? , આ આંગણવાડી ના આશાવર્કર જસીબેન ને આ આંગણવાડીમાં પડેલા ખાડા તેમજ પંખા બાબતે પૂછતાં તેમને આગળ રજૂઆત કરી છે તેવું બહાનું ધરી દીધું હતું. ત્યારબાદ આંગણવાડી સુપરવાઈઝર રમીલાબેન ને ફોન દ્વારા પૂછતાં તેમને પણ આ આંગણવાડી બાબતે જીનવટપૂર્વક રજૂઆત કરી છે તેવું જણાવ્યું હતું. , હવે વાત એ છે કે ગુજરાત સરકાર બાળકો માટે આટલી બધી ગ્રાન્ટો વાપરે છે તો આ ચેખલાપગી આંગણવાડી ક્રમાંક 2 ની દુર્દશા ની જવાબદારી કોની? ચેખલાપગી ગ્રામજનો દ્વારા આ આંગણવાડી માં ભ્રષ્ટાચાર તો થયો હોય તેવી પણ વાતો ચર્ચાઈ રહી છે.......
રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.