બોટાદ ભગવાન પરા વિસ્તારમાં દસ દિવસ પહેલા બનાવેલ રોડ તૂટી ગાબડા પડ્યા.
બોટાદ ભગવાન પરા વિસ્તારમાં દસ દિવસ પહેલા બનાવેલ રોડ તૂટી ગાબડા પડ્યા.
બોટાદનાં ભગવાનપરા વિસ્તારમાં આશરે દસ દિવસ પહેલા સીસી રોડનું કામ કરવામાં આવેલ હતું. ત્યાંના રહીશો દ્વારા જણાવેલ કે વરસાદમાં કામ ન થાય બંધ કરો. પરંતુ આ સીસી રોડનું કામ ભગવાનપરા વિસ્તારમાં ચાલુ રાખવામાં આવેલ હતું. જેને આજે દસ દિવસ જેટલો જ સમય થયો છે. અને આ દસ દિવસમાં આ આરસીસી રોડ તૂટીને ગાબડા પડી ગયા છે. અને તેમાં પાણીભરાયા છે. અને લોકોને હાલવા ચાલવામાં તેમજ વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાય છે. તંત્ર ફરીવાર રોડ બનાવવા આદેશ કરશે કે પછી થીગડાં મારી બિલ મંજૂર કરવામાં આવશે તે જોવું રહ્યું.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.