સાબરકાંઠા જિલ્લાના-: ખેરોજ પોલીસ સ્ટેશનના અપહરણનો ગુન્હો કરી ભાગી ગયેલ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા…….
સાબરકાંઠા જિલ્લાના-:
ખેરોજ પોલીસ સ્ટેશનના અપહરણનો ગુન્હો કરી ભાગી ગયેલ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.......
------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલાનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ તથા ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર અનિલકુમાર.જી.રાઠોડ સાહેબ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન મુજબ પોલિસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા સાહેબ તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ પુજસિંહ તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ચાપાભાઇ લાખાભાઇ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સનતકુમાર ધિરૂભાઇ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કમલેશસિંહ રજુસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર ભીખાભાઇ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર પ્રભાભાઇ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઇન્દ્રસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ પ્રવિણભાઇ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રમતુજી મણાજી વિગેરે એલ.સી.બી.સ્ટાફના માણસો તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ ગાંભોઇ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા..
તે દરમ્યાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ચાપાભાઇ લાખાભાઇનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે ખેરોજ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૨૦૯૦૦૩૨૩૦૪૨૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૫,૩૪ મુજબના ગુન્હાના આરોપી પપ્પુ ભુરાભાઇ નિનામા રહે.મોધરીતા.વિજયનગર,જી.સાબરકાંઠાવાળો આરોપી તેમજ સહ આરોપીઓ ભિલોડા થી હીમતનગર જવાના હોય અને હાલ પુનાસણ ચોકડી ખાતે તેઓ ઉભેલ હોય.જે માહીતિ આધારે બાતમી વાળી જ્ગ્યા એ જતા ચાર ઇસમો ઉભેલ હોય જેઓને કોર્ડન કરી પકડવા જતા આ ચારેય ઇસમો ભાગવા લાગેલ..
જેથી તેમનો પીછો કરી બે ઇસમોને પકડી પાડેલ અને અન્ય બે ઈસમો ભાગી ગયેલ તેમજ પકડેલ બન્ને ઈસમોનુ નામ ઠામ પુછતા આકાશભાઇ અજીતભાઇ કટારા,જિગ્નેશભાઇ ચિમનભાઇ કટારા રહે.જેશિંગપુર તા.ભિલોડા જી.અરવલ્લી વાળો હોવાનુ જણાવેલ અને સદર પકડાયેલ બન્ને ઇસમોને તેઓની સાથે હતા તે નાસી ગયેલ ઇસમોના નામ ઠામ પુછતા પ્રવીણ ઉર્ફે પપ્પુ ભુરાભાઈ નિનામા રહે.મોધરીતા વિજયનગર તથા અજીત લક્ષમણભાઇ સોલંકી રહે.નેલાઉ તા.વિજયનગર જી.સાબરકાંઠાવાળો હોવાનુ જણાવેલ અને સદરી પકડેલ ઇસમોને પુછતા તેઓએ ભેગા મળી ખેરોજ પોલીસ સ્ટેશનમાં બનેલ અપહરણનો ગુન્હો કરેલ હોવાનું કબુલતા તેઓને ખેરોજ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૨૦૯૦૦૩૨૩૦૪૨૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૫,૩૪ મુજબના નાઓને સી.આર.પી.સી.ક.૪૧(૧)આઇ મુજબ તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ ડીટેઇન કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ખેરોજ પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ છે.
રિપોર્ટર-:
રમીઝ મનસુરી
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.