લુણાવાડાના તબીબને ઇન્ડિયન એસોસિએશન ઑફ ગાયનેકોલોજિકલ એન્ડોસ્કોપિસ્ટ ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત AAGL (અમેરિકન એસોસિએશન ઓફ ગાયનેકોલોજિક લેપ્રોસ્કોપિસ્ટ) દ્વારા એવોર્ડ
લુણાવાડાના તબીબને ઇન્ડિયન એસોસિએશન ઑફ ગાયનેકોલોજિકલ એન્ડોસ્કોપિસ્ટ ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત AAGL (અમેરિકન એસોસિએશન ઓફ ગાયનેકોલોજિક લેપ્રોસ્કોપિસ્ટ) દ્વારા એવોર્ડ
અનેક મુશ્કેલ સર્જરી સફળતાપૂર્વક પુર્ણ કરનાર ડો. સિદ્ધાર્થ નીતિનભાઈ શાહની ગૌરવપુર્ણ સિધ્ધિ
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી સંજીવની હોસ્પિટલના કુશળ ગાયનેકોલોજિસ્ટ યુવા તબીબ ડો. સિદ્ધાર્થ નીતિનભાઈ શાહને તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રિય ઇન્ડિયન એસોસિએશન ઑફ ગાયનેકોલોજિકલ એન્ડોસ્કોપિસ્ટ ઇવેન્ટમાં સર્વિકલ એજેનેસિસની સર્જરીનું પેપર રજુ કરીને તેમની કુશળતા દર્શાવી હતી. તેમના આ અસાધારણ સર્જીકલ કૌશલ્ય અને નવીન તકનીકને પગલે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી અને પ્રખ્યાત AAGL (અમેરિકન એસોસિએશન ઓફ ગાયનેકોલોજિક લેપ્રોસ્કોપિસ્ટ) તરફથી એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેઓની આ ગૌરવપુર્ણ સિધ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે ડૉ. સિદ્ધાર્થ શાહે વર્ષ 2012માં MBBS ડિગ્રી પૂર્ણ કરી તબીબી કારકિર્દીની શરૂઆત કરી ત્યારબાદ 2017માં સફળતાપૂર્વક પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાનમાં એમ એસ કરી યુનિવર્સિટીના ટોચના વિધાર્થીઓમાં સ્થાન મેળવ્યું. તેમની કુશળતાને વધુ વધારવા માટે તેમણે એડ્વાન્સ્ડ મિનિમલી ઇન્વેસિવ સર્જરી( લેપ્રોસ્કોપી) માં બે વર્ષ ની વિશેષ તાલીમ અમદાવાદ ખાતે દેશની શ્રેષ્ઠ ઈવા હોસ્પિટલ માં લીધી. હાલમાં તેઓ એક સ્વતંત્ર લેપ્રોસ્કોપિક સર્જન તરીકે કાર્યરત છે. તેમના દર્દીઓને સમર્પિતભાવે સારવાર સંભાળ પૂરી પાડે છે. તેઓ વડોદરા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને અરવલ્લી ની વિવિધ પ્રખ્યાત હોસ્પિટલોમાં મુલાકાત લેનાર સર્જન તરીકે તબીબી ક્ષેત્રના લેપ્રોસ્કોપિક વિભાગમાં આગવું વિશ્વસનીય નામ બન્યા છે. ડૉ. સિધ્ધાર્થ શાહ તેઓની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે પણ પ્રતિબદ્ધ છે અને તેમણે સંશોધન અને શિક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે તબીબી જ્ઞાનને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા શ્રેષ્ઠ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં આઠ સંશોધનલેખ અને live ઓપરેશન કર્યા છે. ડૉ. શાહ પરિષદો, વર્કશોપ અને સંશોધન પ્રવૃત્તિઓમાં તેમની સક્રિય ભાગીદારી દ્વારા શ્રેષ્ઠતમ પ્રદાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમણે ૫૦૦૦થી વધુ મુશ્કેલ સર્જરી સફળતાપૂર્વક પુર્ણ કરી દર્દીઓને નવજીવન આપ્યું છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.