જિલ્લાના નવનિયુક્ત પ્રભારી ભરતભાઈ આર્યના અધ્યક્ષસ્થાને ૧૦૭-બોટાદ વિધાનસભાની પરિચય બેઠક અને ટીફીન બેઠક યોજાઇ
જિલ્લાના નવનિયુક્ત પ્રભારી ભરતભાઈ આર્યના અધ્યક્ષસ્થાને ૧૦૭-બોટાદ વિધાનસભાની પરિચય બેઠક અને ટીફીન બેઠક યોજાઇ
સ્વામીનારાયણ ગુરુકુળ,બોટાદ ખાતે યોજાઈ હતી.આ બેઠકની શરૂઆત દીપ પ્રાગટય કરી અને રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ગાવામાં આવ્યું. ઉપસ્થિત અતિથિઓનું શાબ્દિક સ્વાગત બોટાદ તાલુકા પ્રમુખ ભુપત જાંબુકિયા દ્વારા કરવામાં આવ્યું. પ્રાસંગિક પ્રવચન ઝોન પ્રભારી અને જિલ્લા મહામંત્રી જામસંગ પરમાર દ્વારા કરવામાં આવેલ. જિલ્લાના નવનિયુક્ત પ્રભારી ભરતભાઈ આર્યનું ખેસ-પુષ્પહાર પહેરાવી, શાલ ઓઢાડીને અને ભેટ આપી જિલ્લા યુવા મોરચા ટીમ તેમજ નવનિયુક્ત બોટાદ માર્કેટીંગ યાર્ડના ડિરેકટરો સન્માન કરવામાં આવ્યું. તેમજ નવનિયુક્ત બોટાદ માર્કેટીંગ યાર્ડના ડિરેકટરોનું ખેસ અને પુષ્પહાર પહેરાવી સન્માન કરી અભિનંદન પાઠવવા આવ્યા.આ બેઠકમાં જિલ્લા મહામંત્રી જામસંગભાઈ પરમાર, રસિકભાઈ ભુંગાણી, ભુપતભાઈ મેર તેમજ બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બોટાદ તાલુકા પ્રમુખ ભુપતભાઈ જાંબુકીયા, પ્રદેશ કારોબારી સદસ્ય શ્રીમતી રેખાબેન ડુંગરાણી, પ્રદેશ આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી છનાભાઈ કેરાળીયા તેમજ ૧૦૭-બોટાદ વિધાનસભાના અપેક્ષિત શ્રેણીના પ્રદેશ, જિલ્લા અને મંડલના હોદ્દેદારો-કાર્યકર્તાઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત હોદ્દેદારો-કાર્યકર્તાઓનો બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા આભાર વ્યક્ત કરેલ. સમગ્ર બેઠકનું સંચાલન પૂર્વ નગરપાલિકા સભ્ય હરેશભાઈ ધાધલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેઠક પૂર્ણ થતાં સૌ હોદ્દેદારો-કાર્યકર્તાઓએ ટીફીન બેઠકમાં સહભાગી થઈ સામૂહિક ભોજન લીધું હતું.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.