*હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન સમીતિની બેઠક યોજાઇ* - At This Time

*હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન સમીતિની બેઠક યોજાઇ*


*હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન સમીતિની બેઠક યોજાઇ*
*******
સાબરકાંઠામાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી .
આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાએ જણાવ્યું હતુ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમૂક જગ્યાએ રસ્તાઓ ઉપર ખાડા પડવાથી લોકોને મુશ્કેલી સર્જાતિ હોઇ રસ્તાઓઓની મરામતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.
ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાએ શાળાના જર્જરીત ઓરડાઓ દૂર કરી બાળકો માટે શિક્ષણ ની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા અંગે ચર્ચા કરી હતી. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સરકારી યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ લોકોને મળી રહે તે અંગે જણાવ્યું હતું.
આ બેઠકમાં જમીન સંપાદન, દાબાણ, ટ્રાફિક, ગૌચરની જમીન અંગે ના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પેન્શન કેસની ગાઇડલાઇન મુજબ નિયત સમયમાં પેન્શન ધારકોને નિયત સમયમાં તેમના લાભો મળે તે દિશામાં કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સૂચન કર્યુ હતુ. તેમજ રજૂ થયેલા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે સબંધિત અધિકારીઓને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાયોજના વહિવટીદારશ્રી તેમજ અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.