પાનની કેબીને ઉધાર રાખેલ રૂા.200ની ઉઘરાણી કરતા માથાકુટ: મહિલા ઈજાગ્રસ્ત - At This Time

પાનની કેબીને ઉધાર રાખેલ રૂા.200ની ઉઘરાણી કરતા માથાકુટ: મહિલા ઈજાગ્રસ્ત


શહેરના કાલાવડ રોડ પર આવેલ અવધના ઢાળીયા નજીક વિર સાવરકરનગરમાં પાનની કેબીને માથાકુટ થતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. વિર સાવરકરનગરમાં રહેતા મંજુબેન નટુભાઈ મકવાણા (ઉ.વ.50)ને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મંજુબેનના પુત્ર અક્ષય (ઉ.વ.25) તેના ઘર પાસે આવેલ વિશાલની પાનની કેબીને પાન-મસાલા ખાતો હોય, ત્યાં રૂા.200 બાકી હતા. વિશાલે ઉધાર રૂપિયાની ઉઘરાણી કરી અપશબ્દો કહેતા માથાકુટ થઈ ગઈ હતી.
ત્યારે જ મંજુબેન આવી જતા બોલાચાલી થતા વિશાલ અને તેની સાથેના અજાણ્યા માણસોએ માર મારતા ઝપાઝપી વખતે જ મંજુબેનને બ્લડપ્રેશર લો થઈ જતા મુંજારો થવા લાગતા તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. યુનિવર્સિટી પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.