સાબરકાંઠા જિલ્લાના તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે - At This Time

સાબરકાંઠા જિલ્લાના તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે


સાબરકાંઠા જિલ્લાના તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે
 
     કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સંચાલિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર અન્વયે સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત જાતીના ૧૫ થી ૩૫ વર્ષ
ના યુવક-યુવતીઓને વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, પંચાયતી માળખા જેવા વિવિધ વિષયોનું જ્ઞાન મળી રહે તેમજ યુવક-યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવા માટે જૂન માસના ત્રીજા અઠવાડીયામાં આ ચાર દિવસની શિબિરનું આયોજન કરવાનું વિચારેલ છે. આ શિબિરમાં જોડાવા ઇચ્છુક યુવક- યુવતીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવે છે. આ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે નમુના પ્રમાણેની અરજી ફોર્મ મેળવી અત્રેની જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ પાસે, તા.હિંમતનગર જિ.સાબરકાંઠા ને તા.૨૦/૦૭/૨૦૨૩ સુધી મળી રહે તે રીતે મોકલી આપવા જિલ્લા રમતગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે. .
 
નોંધ:- એક તાલુકાની ૪૫ ની સંખ્યા કરતાં વધુ અરજીઓ આવશે તો સમિતિ દ્વારા પસંદગી આપી શિબિરમાં જોડાવા માટે જાણ કરવામાં આવશે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.