રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરતી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ - At This Time

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરતી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ


તા.૧૩ જુલાઈ ૨૦૨૩ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરતી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ
ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કુલ ૨૩૮ એનસી કેસો કરી કુલ-રૂ.૧,૪૫,૦૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ તથા ૩૦ વાહનો ડીટેઈન
માનનીય પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબની સુચનાથી તથા ડીસીપી ટ્રાફિક શ્રી પૂજા યાદવ સાહેબનાં માર્ગદર્શન હેઠળ આજ રોજ એસીપી ટ્રાફિક શ્રી જે.બી.ગઢવી ની અધ્યક્ષતામાં કટારીયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 100 એનસી કેસો કરી ૮૫,૦૦૦/- દંડ વસૂલ કરવામાં આવેલ તથા આઠ વાહનો ડીટેઇન કરવામાં આવેલ તથા તેની સાથે આલાપ ગ્રીન સિટી ખાતે પણ ટ્રાફિકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૬૯ એનસી કેસો કરી રૂ.૨૯,૬૦૦/- દંડ વસૂલ કરવામાં આવેલ હતો.
સિવિલ હોસ્પિટલનાં મુખ્ય ગેટ પર તથા હોસ્પિટલ ચોકમાં ઓટો રીક્ષા તથા અન્ય વાહન ચાલકો દ્વારા વારંવાર ટ્રાફિક જામ કરવામાં આવે છે તેમના વિરુદ્ધ પગલાં લેવા માટે આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ છ ઓટો રીક્ષા ડીટેઇન કરવામાં આવેલ તથા ૬૯ એનસી કેસો કરી 31,000 દંડ વસૂલ કરવામાં આવેલ.
ડીટેઇન કરેલા વાહનો શીતલ પાર્ક ખાતે મૂકવામાં આવેલ હતા.
હોસ્પિટલ ચોક તથા સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ તથા શહેરના અન્ય સ્થળો પર ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ વાહન ચાલકો વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે તથા કોઈને પણ છોડવામાં આવશે નહીં
અભિયાનમાં એસીપી ટ્રાફિક શ્રી જે.બી.ગઢવી તથા પી.આઈ.શ્રી ભાર્ગવ સિંહ ઝણકાટ તથા પી.આઈ.શ્રી વી.આર.રાઠોડ તથા પી.આઈ.શ્રી એન.જી.વાધેલા તથા પી.એસ.આઈ.શ્રી એન. કે. રાજપુરોહિત તથા અન્ય ટ્રાફિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.