*ખેડબ્રહ્માની 108 ટીમે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું*
*ખેડબ્રહ્માની 108 ટીમે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું*
**********
*ઈજાગ્રસ્ત દર્દીની બેગ, મોબાઈલ અને 13 હજાર જેટલી રોકડ પરત કરી*
*********
સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્માની 108ની ટીમે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને સારવારની સાથે તેની બેગ, મોબાઇલ અને 13,600ની રોકડ રકમ દર્દીના સગાસબંધીને પરત કરી સેવાની સાથે ઉત્તમ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વાત કંઈક એવી છે કે ખેડબ્રહ્માની 108 એમ્બ્યુલન્સ ટીમને પોલીસ સ્ટેશન નજીક માર્ગ અકસ્માતના કેસનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ડ્યુટી પર હાજર રમેશભાઈ અને પાયલોટ પ્રવીણભાઈ તુરંત સ્થળ પર હાજર થઇ ગયા હતા.
ઘટના સ્થળે પૂછપરછ કરતા જાણવા ઈજાગ્રસ્ત વ્યક્તિ નાદારી ગામના હોવાનું જાણવા મળ્યું. 108 ટીમ દ્વારા દર્દીને તુરંત નજીકની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત દર્દી સાથે કોઈ સગા સબંધી જે તે સમયે હાજર ન હતા. તેમની પાસે બેગ અને થોડીક રોકડ હતી. જે 108 ની ટીમને મળી હતી. ટીમના કર્મચારીઓ દ્વારા દર્દીના સાગ સબંધીઓને કોલ કરી ને બોલાવી દર્દીની બેગ, મોબાઈલ અને 13600 રૂપિયા પરત કરી ઉત્તમ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
******
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.