ગઢડાના નવા રાજપીપળા અને હામાપર પ્રાથમિક શાળા માટે કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા ગઢડા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ
ગઢડાના નવા રાજપીપળા અને હામાપર પ્રાથમિક શાળા માટે કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા ગઢડા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બોટાદ હસ્તકની ગઢડાની નવા રાજપીપળા-૧ (કેન્દ્ર નં-૯૧) તથા હામાપર (કેન્દ્ર નં-૪૫) પ્રાથમિક શાળા માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે સને ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવાર એસ.એસ.સી પાસ હોય તેવી વ્યક્તિની પસંદગી કરવામાં આવશે. જેઓની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ તથા સ્થાનિક ગામનો રહીશ હોવો જોઇએ. વિધવા તેમજ ત્યકતા બહેનોને અગ્રતા આપવામાં આવશે નિયત અરજી પત્રક મામલતદાર કચેરી-ગઢડા ખાતેથી કચેરી સમય દરમિયાન વિના મુલ્યે મેળવી શકાશે. લાયકાત ધરાવતાં ઉમેદવારોએ તા.૨૧/૦૭/૨૦૨૩ સુધીમાં નિયત ફોર્મમાં અરજી કરી મામલતદાર કચેરી, ગઢડા ખાતે જન્મનું પ્રમાણપત્ર/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એસ.એસ.સી પાસ કર્યાનું પ્રમાણપત્ર તથા છેલ્લી શૈક્ષણિક લાયકાતનુ પ્રમાણપત્ર,રેશનકાર્ડ,ચુટણીકાર્ડ તથા આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર,એક પાસ પોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ,વિધવા અને ત્યક્તા હોવાના અધિકૃત અધિકારીના પ્રમાણપત્ર અથવા પુરાવા, અન્ય કોઇ લાયકાત અથવા અનુભવ ધરાવતા હોય તો તે અંગેનુ પ્રમાણપત્ર અને બેંક પાસબુકની નકલ (ઉક્ત તમામ પ્રમાણપત્ર તથા આધાર-પુરાવાની પ્રમાણિત નકલ) રજૂ કરવાની રહેશે શિક્ષણ વિભાગની જોગવાઇઓ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તથા તે મુજબ અમલવારી કરવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર ઉપર મળેલ આ નિમણૂંક સરકારી કે પંચાયત સેવામાં ગણાશે નહીં અને આ નિમણૂંક ખંડ સમયની ઉચ્ચક વેતનવાળી હંગામી અને વગર નોટીસે છુટા કરી શકાશે તેવી રહેશે. લાયકાત નહીં ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી નહીં. નિમણુક અંગેના તમામ અધિકાર મામલતદાર કચેરી-ગઢડાને અબાધિત છે.તેમ મામલતદારશ્રી, ગઢડા દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.