પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્ર સાર્થક થયું_રૂ. ૪૦,૦૦૦/- ની કીંમતના લેપટોપ સહીતના સામાનનુ ખોવાઈ ગયેલ બેગ જુનાગઢ પોલીસે શોધીને અરજદારને પરત કર્યું - At This Time

પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્ર સાર્થક થયું_રૂ. ૪૦,૦૦૦/- ની કીંમતના લેપટોપ સહીતના સામાનનુ ખોવાઈ ગયેલ બેગ જુનાગઢ પોલીસે શોધીને અરજદારને પરત કર્યું


જૂનાગઢ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્ર સાર્થક
થયું_રૂ. ૪૦,૦૦૦/- ની કીંમતના લેપટોપ સહીતના સામાનનુ ખોવાઈ ગયેલ બેગ જુનાગઢ પોલીસે શોધીને અરજદારને પરત કર્યું
રૂ. ૪૦,૦૦૦/- ની કીંમતના લેપટોપ સહીતના સામાનનુ બેગ ખોવાતા, નેત્રમ શાખા તથા એ ડિવિઝન પો.સ્ટે દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ગણતરીની કલાકોમાં શોધી આપેલ..
અરજદાર વિશાલ રમેશભાઇ પુરોહીત વિસાવદરના રહેવાસી હોય રાજકોટ થી જૂનાગઢ ખાતે બસમાં આવતા હતા, જુનાગઢ બસમાંથી ઉતરતા સમયે વિશાલભાઇને ધ્યાને આવેલ કે તેમની સાથે રૂ. ૪૦,૦૦૦/- ની કીંમતના લેપટોપ સહીતના સામાનનુ બેગ ગુમ થયેલ હોય,* જે બેગ ભવિષ્યમાં મળવુ મુશ્કેલ હોય જેથી તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ તેમણે એ ડિવિઝન પો.સ્ટેના પી.આઇ. શ્રી એમ.એમ.વાઢેરને કરતા પી.આઇ. શ્રી એમ.એમ.વાઢેર દ્વારા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા(કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા ડીવીઝનના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પો.સ્ટેના પી.આઇ. શ્રી એમ.એમ.વાઢેર, પો.કોન્સ. કલ્પેશભાઇ ચાવડા નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. વિક્રમભાઇ જીલડીયા, દેવનભાઇ સિંધવ, હિનાબેન વેગડા, એન્જીનીયર નિતલબેન મેહતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશાલભાઇ પુરોહીત જે બસમાં બેસેલ હોય તે બસ જે સ્થળેથી પસાર થયેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ. CCTV ફૂટેજ ચેક કરતા દોલતપરા ગેટ પાસે અજાણ્યા વ્યક્તિઓ તે લેપટોપ બેગ સાથે બસમાંથી ઉતરીને જતા હોય તેવું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ. વિશાલભાઇનું બેગ તેમજ તે અજાણ્યા વ્યક્તિનુ બેગ સરખુ હોવાના લીધે અરસ-પરસ બદલાઇ ગયેલ હોય તેવું ધ્યાને આવેલ.અને_ જૂનાગઢ પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા વ્યક્તિઓને દોલતપરા પાસેથી શોધી પૂછ પરછ કરતા તે અજાણ્યા વ્યક્તિઓ બીજા રાજ્યમાંથી કામ અર્થે આવેલ મજુર હોય અને તેમની બેગ એકસરખી હોવાના લીધે ભૂલથી બદલાઇ ગયેલ હોવાનુ તેમણે જણાવેલ. પોલીસ દ્રારા રૂ. ૪૦,૦૦૦/-ની કીંમતના લેપટોપ સહીત અન્ય સામાનનુ બેગ વિશાલભાઇ પુરોહીતને પરત કરેલ, વિશાલભાઇ પુરોહીતનું રૂ. ૪૦,૦૦૦/- ની કીંમતના લેપટોપ સહિતનું બેગ રિકવર કરી સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી વિશાલભાઇ પુરોહીત પ્રભાવિત થયેલ અને નેત્રમ શાખા તથા એ ડિવિઝન પોલીસનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો..

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.