મિત્રો સાથે વાતો કર્યા બાદ કારખાનામાં જઈ લુહાર યુવકનો ફાંસો ખાઈ આપઘાત
મહાદેવવાડીમાં આવેલ ફેબ્રિકેશનના કારખાનામાં લુહાર યુવકે ફાંસો ખાઈ અપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ, 40 ફૂટ રોડ પર આવેલ લાભદીપ સોસાયટીમાં રહેતાં શૈલેષભાઇ પ્રભુદાસ દાવડા (ઉ.વ.38) ગઈકાલે સાંજે આનંદ બંગલા ચોક પાસે આવેલ મહાદેવ વાડી શેરી નં.6 માં આવેલ ફેબ્રિકેશનના કારખાનાની બાજુમાં તેમના મિત્રો સાથે મોજ માણી વતો કરી હતી.
બાદમાં મિત્રો પોતપોતાના ઘરે ગયા બાદ યુવકે પોતાના કારખાનામાં જઈ હુકમાં દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોડે સુધી યુવક ઘરે ન પહોંચતા ચિંતિત થયેલ પરિવારજનોએ કારખાને આવી તપાસ કરતાં યુવક લટકેલી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો.
બનાવ અંગે જાણ થતાં દોડી આવેલ માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ના ઈએનટીએ યુવકને તપાસી મૃત જાહેર કરતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને બનાવ અંગેનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરતાં પરિવાર પણ બનાવ અંગે અજાણ હોવાનું રટણ કર્યું હતું. મૃતક બે ભાઈમાં મોટા અને અપરિણીત હતાં. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.