શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જાગૃતિ અભિયાન સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન - At This Time

શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જાગૃતિ અભિયાન સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન


શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જાગૃતિ અભિયાન સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

તા. 11/07/2023 ને મંગળવારના રોજ શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયના પટાંગણમાં *એન્ટી કરપ્શન બ્યુરો* - બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમાજમાં મહદઅંશે વ્યાપ્ત કરપ્શનરૂપી ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં લિપ્ત ગુનાહિત લોકોને અટકાવવા તેમજ તેમને નિયંત્રિત કરવામાં આવતા પ્રયાસો અને એન્ટી કરપ્શન બ્યુરોના કાર્યક્ષેત્ર અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાના ભાગરૂપે શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જે આયોજનના અંતિમ પડાવરૂપે વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજ રોજ શાળાના આ તેજસ્વી તારલાઓ માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજમાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી સગર સાહેબ દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો ના કાર્યક્ષેત્ર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ. સાથોસાથ આ પોલીસ શાખા વડે કરવામાં આવતી વિવિધ કાર્યપ્રણાલીઓની સવિશેષ જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ સ્પર્ધાઓના આયોજન અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી સોની ધ્રુવાંશી-પ્રથમ,કાગડા જીત-દ્વિતીય,સાકરીયા એકતા-તૃતીય,અને ઝિંઝુવાડીયા દિવ્યા એસ-ચતુર્થ તેમજ નિબંધ સ્પર્ધાની અંદર ખેર રિદ્ધિ-પ્રથમ,વાટુકિયા સુમિત-દ્વિતીય,વેગડ મીત-તૃતીય અને આંબલીયા પૃથ્વીશ-ચતુર્થ સ્થાન પ્રાપ્ત કરી પરિતોષીકના હકદાર બન્યા હતા જેઓને બોટાદ જીલ્લા એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા એક સ્કૂલબેગ અને કેપ ઇનામરૂપે અર્પણ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા ઉપરોક્ત પ્રોત્સાહન પામેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારના ટ્રષ્ટીશ્રીઓ , આચાર્યશ્રી , સુપરવાઇઝરશ્રી , તેમજ સમગ્ર શિક્ષક ગણ પરિવાર હાર્દિક શુભકામનાઓ પાઠવે છે તેમજ ભવિષ્યમાં પણ આવી જ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી શાળાનું તેમજ પોતાના માતા પિતા નું નામ રોશન કરે તેવી આશા રાખે છે

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.