*જિલ્લામાં ભારે વરસાદને પગલે છેલ્લા દોઢ મહિનામાં અસરગ્રસ્ત લોકોને પાંચ લાખથી વધુની મકાન સહાય ચૂકવાઇ*
*જિલ્લામાં ભારે વરસાદને પગલે છેલ્લા દોઢ મહિનામાં અસરગ્રસ્ત લોકોને પાંચ લાખથી વધુની મકાન સહાય ચૂકવાઇ*
****************
સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વળી જૂન માસમાં આવેલ બિપોરજોય વાવાઝોડ દરમિયાન જિલ્લાના અમુક વિસ્તારોમાં નુક્શાન સર્જાઇ હતી. જેમાં વાવાઝોડા દરમિયાન કાચા અને અમુક પાકા મકાનો પડી ગઈ નુક્સાન થયુ હતુ. જેને લઈ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સર્વે કરીને તા.૧૬ જૂન ૨૦૨૩ થી ૬ જૂલાઇ ૨૦૨૩ સુધીમાં ૧૮૩ અસરગ્રસ્ત મકાનોને રૂપિયા ૫૨૧૭૦૦ મકાન સહાય ચૂકવવામાં આવી છે. તેમજ મકાનોની સર્વે અંગેની કામગીરી થઈ રહી છે.
********************
*કયા તાલુકામાં કેટલી સહાય ચૂકવાઇ ?*
તાલુકો અસરગ્રસ્ત મકાન સંખ્યા ચૂકવેલ સહાય
પ્રાંતિજ ગ્રામ્ય ૧ ૩૨૦૦/-
ઇડર ગ્રામ્ય ૧૨ ૪૧૩૦૦/-
વિજયનગર ગ્રામ્ય ૧૦ ૨૧૫૦૦/-
ખેડબ્રહ્મા ગ્રામ્ય ૧ ૨૦૦૦/-
હિંમતનગર ગ્રામ્ય ૪૩ ૮૮૦૦૦/-
પોશીના ગ્રામ્ય ૧૧૪ ૩૫૯૩૦૦/-
પ્રાંતિજ ગ્રામ્ય ૨ ૬૪૦૦/-
કુલ ૧૮૩ ૫,૨૧,૭૦૦/-
***************************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.