મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં સવારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો - At This Time

મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં સવારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો


મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં સવારે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો.મહીસાગર જિલ્લામાં રાત્રે તેમજ વહેલી સવારે મુશળધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઉકળાટ ને કારણે ગરમીથી ત્રસ્ત જિલ્લાવાસીઓને રાહત મળી હતી જિલ્લાના લુણાવાડા માં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે જેથી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થયા હતા તો વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.

મહીસાગર જિલ્લામાં આવેલ તમામ છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જેમાં વહેલી સવારે 6 વાગ્યા પછી સૌથી વધારે વરસાદ લુણાવાડામાં 70 મિમી, વીરપુરમાં 45 મિમો, કડાણા અને બાલાસિનોરમાં 20 મિમી સંતરામપુરમાં 14 મિમી, જ્યારે ખાનપુરમાં 10 મિમી મોસમનો સૌથી વધુ વરસાદ લુણાવાડા તાલુકામાં 343 મિમી જ્યારે સૌથી ઓછો ખાનપુર તાલુકામાં 149 મિમી નોંધાયો છે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.