*પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે ધો. ૧૦ અને ૧૨ ની શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ* - At This Time

*પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે ધો. ૧૦ અને ૧૨ ની શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ*


*પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે ધો. ૧૦ અને ૧૨ ની શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ*
****
*પ્રથમ દિવસે ધો. ૧૦ અને ૧૨ ૨૪૪૨ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી, ૮૩૮ વિધ્યાર્થીઓ ગેરહાજર*
*****
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૩નો પ્રારંભ તા. ૧૦ થી ૧૪ જૂલાઇ દરમિયાન થયો છે.
પૂરક પરીક્ષા-૨૦૨૩ના પ્રથમ દિવસે ધોરણ ૧૦માં બેઝીક ગણિત વિષયમાં ૨૯૮૧ વિધ્યાર્થીઓ પૈકી ૨૧૯૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમમાં ૨૧૫૧ વિધ્યાર્થીઓ હાજર જ્યારે ૭૭૭ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. બેઝીક ગણિત અંગ્રેજી માધ્યમમાં ૩૮ વિધ્યાર્થીઓ હાજર ૭ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. દિવ્યાંગ ૦૮ વિધ્યાર્થીએ આપી હતી.
ધો.૧૦માં ગુજરાતી વિષયમાં ૨૩૧ વિધ્યાર્થીઓ પૈકી ૧૯૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમમા ૧૮૭ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી અને ૩૨ વિધ્યાર્થીઓ ગેરહાજર હતા. દિવ્યાંગ ૧૦ વિધ્યાર્થીએ આપી હતી. અંગ્રેજી માધ્યમમાં ૧ વિધ્યાર્થીએ પરીક્ષા આપી. સંસ્કૃત પ્રથમાના સામાજીક વિજ્ઞાનમ વિષયમાં ૧ વિધ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

ધોરણ-૧૨માં વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયમાં ૧૫ વિધ્યાર્થીઓ પૈકી ૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૭ વિધ્યાર્થીની ગેરહાજર રહ્યા હતા. જીવવિજ્ઞાનમાં વિષયમાં ગુજરાતી માધ્યમ ૪૬ વિધ્યાર્થીઓએ પૈકી ૩૫ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી અને ૧૧ ગેરહાજર રહ્યા હતા. જીવ વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ૦૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૪ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.

આમ પ્રથમ દિવસે ધોરણ ૧૦ અને ૧૨ ના કુલ ૩૨૮૦ વિધ્યાર્થીઓ પૈકી ૨૪૪૨ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી અને ૮૩૮ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. શાંતિ પુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી એમ શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.