આજે હિંમતનગર ખાતે બાળકો માટે નિ:શુલ્ક નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાશે* - At This Time

આજે હિંમતનગર ખાતે બાળકો માટે નિ:શુલ્ક નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાશે*


*આજે હિંમતનગર ખાતે બાળકો માટે નિ:શુલ્ક નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાશે*
**************
સાબરકાંઠા જિલ્લામાં સ્માઈલ ટ્રેન (ઇન્ડિયા) અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર હિંમતનગર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સાબરકાંઠાના સહયોગ દ્વારા તથા જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ખાતે નિ:શુલ્ક મફત નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાશે. આ કેમ્પ આજે તારીખ ૧૧ જૂલાઇ મંગળવારના રોજ સવારે ૧૦:00 થી ૧૨:00 કલાકે અર્બન હેલ્થ સેન્ટર, જૂની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, પોસ્ટ ઓફિસ સામે હિંમતનગર ખાતે યોજાનાર છે.
આ કેમ્પમાં બાળકોની તમામ પ્રકારની સારવાર તેમજ સર્જરી નિ:શુલ્ક કરવામાં આવશે. જેમાં સારણગાંઠ, સુન્નત, વધરાવળ, જન્મજાત આંતરડાનો અટકાવ, જન્મજાત,બાળકોની કિડની અને મૂત્રમાર્ગના રોગોની સર્જરી,બાળકની છાતીમાં પરૂ ભરાવું કે જન્મજાત ગાંઠ હોવી, બાળકના મગજમાં પાણી ભરાવું કે કરોડરજ્જુની જન્મજાત ગાંઠ હોવી, પેશાબની ઇન્દ્રિયની જન્મજાત તકલીફ,બાળકોની તમામ પ્રકારની એન્ડોસ્કોપી સર્જરી, બાળકોમાં જન્મજાત પગ વાંકાચૂંકા હોવા,સેરેબ્રલ પાલ્સી, બાળકોના હાડકામાં કે સાંધામાં થતી ચેપની સારવાર, હાડકાની ગાંઠો, બાળકમાં થતી તમામ પ્રકારના ફ્રેક્ચરની સારવાર,હાડકાના મેટાબોલિક પ્રોબ્લેમ, કપાયેલા હોઠ અને ફાટેલા તાડવાની સંપૂર્ણ મફત નિદાન તેમજ સારવાર કરી આપવામાં આવશે. તેમજ દાઝ્યા પછી રહી ગયેલ ખોળખાપણની સારવાર, બાળકોના હાથની જન્મજાત ખોડખાપણની સારવાર, કાનની જન્મજાત ખોડખાપણની સારવાર, બરોળ નાકની કોસ્મેટીક સર્જરી, ચેતાતંતુની ઇજાની સારવાર વગેરે રોગોનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવશે.
આ કેમ્પમાં બાળકો અને નવજાત શીશુના સર્જન અને બાળકોની લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપીના નિષ્ણાંત ડૉ.જયુલ કામદાર અને કોસ્મેટીક અને પ્લાસ્ટીક સર્જરીના નિષ્ણાંત ડૉ. નિશ્વલ આર.નાયક દ્વારા સારવાર કરવામાં આવશે. લાભ લેવા ઇચ્છુક નામ નોંધાવવા માટે ૮૯૮૦૦ ૦૯૪૬૦ નંબર પર સંપર્ક કરવો. જિલ્લાની જનાતા વધુમાં વધુમાં આ નિ:શુલ્ક કેમ્પનો લાભ લેવા વિનંતી છે.એમ અર્બન હેલ્થ ઓફિસર જૂની સિવિલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
*************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.