પાણખાણ ગામનો હાટી ક્ષત્રીય સમાજનો નવયુવાન અમરનાથ યાત્રાના રૂટ ઉપર ૧૩ હજાર ફૂટ ઊંચે સેવા આપતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ - At This Time

પાણખાણ ગામનો હાટી ક્ષત્રીય સમાજનો નવયુવાન અમરનાથ યાત્રાના રૂટ ઉપર ૧૩ હજાર ફૂટ ઊંચે સેવા આપતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ


પાણખાણ ગામના વતની મહિપતસિંહ સિસોદિયા હાલ કુવાડવા (તાલુકો રાજકોટ) સરકારી હોસ્પિટલમાં સેવા આપે છે હાલ અમરનાથની યાત્રા માં સેવા આપતા સમાજને એક નવો રાહ ચીંધ્યો

દર વર્ષે ની જેમ આ વર્ષ પણ હિમાલય ની ગોદમાં બીરાજમાન બાબા અમરનાથ ની યાત્રા ૧ જુલાઈ થી શરૂ થયેલી છે ત્યારે લાખો શ્રધ્ધાળુ ભકતો બાબા ના દર્શન આવતા હોય ત્યારે તેમની વ્યવસ્થા ના ભાગ રૂપે સરકાર શ્રી દ્રારા યાત્રા ના રૂટ પર મેડિકલ સારવાર મળી રહે તે માટે મેડિકલ કેમ્પ તથા હોસ્પિટલ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે જેમા હાથ થીજવતી ઠંડી અને બરફ ની વચ્ચે ૧૩૦૦૦ ફુટની ઊંચાઈ પર અમરનાથ યાત્રા મા પોતાની ફરજ નીભાવતા રાજકોટ તાલુકાના કુવાડવા પંથકના ડો. રીકંલ વિરડીયા (મેડિકલ ઓફિસર પી. એચ.સી. બેડલા)ડો. હાર્દિક પટેલ (મેડિકલ ઑફિસર પી. ઍચ. સી. ગડકા)અને મહિપતસિંહ સિસોદિયા (નંર્સીગ ઓફિસર સરકારી હોસ્પિટલ કુવાડવા)જે ૨૭ જુન થી પોતાની ફરજ બજાવી રહ્યા.જે ૧૫ જુલાઈ સુધી પોતાની ફરજ પર બજાવશે.

હાલ હિમાલય માં તબીબો તેમજ મેડીકલ સ્ટાફ ખુબજ સારી એવી સેવા આપી રહ્યા છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.