વિનાયક વિધાલય મલેકપુર ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ વિનાયક વિધાલય શાળા ખાતે શાળા પંચાયતની ચુંટણી યોજવામાં આવેલ હતી.જયારે લોકશાહી દેશમાં મતદાનનું મહત્વ ખૂબ વધી જાય છે. આ માટે શાળામાં છેલ્લા બે તાસમાં શાળા પંચાયત ચુંટણીનું લોકશાહી ઢબે આયોજન કરવામાં આવ્યું,વિધાર્થી જીવનમાં મતદાન પ્રક્રિયા અને મતદાનનું મહત્વ સમજાય એ ખુબ જ ઉપયોગી છે.તે માટે મહામંત્રી,ઉપ મહામંત્રી,શિસ્તમંત્રી,સફાઈમત્રી,પ્રાર્થનામંત્રી,સાંસ્કૃતિકમંત્રી,પ્રવાસમત્રી,સ્ટેજને વિભાગોના મંત્રીની ચુંટણી કરવામાં આવી. શાળા પંચાયત ચૂંટણીમાં શાળાના ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો શાળાના આચાર્ય નરેશભાઈ વણકર દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીમાં ચુંટણી ક્યારે થાય,જાહેરનામું, આચાર સંહિતા ક્યારે લાગુ પડે, ફ્રોમ ભરવાની તારીખ,ફ્રોમ ખેંચવાની તારીખ, ચુંટણીની મુક્ત, રાજકીય પક્ષો, લોકમત,ચુંટણી પંચ,ગુપ્તમતદાન, પરીણામ વગેરે બાબતોની સુંદર સમજ આપી. ત્યારબાદ ચુંટણી કનવીનર નરેન્દ્રભાઇ દરજીએ વિદ્યાર્થીઓને કઈ રીતે વોટીંગ કરવું એની સમજ શાળાના બાળકોને આપી, દરેક વિદ્યાર્થીઓને પોતાનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. ત્યાર બાદ મતદાનની પ્રક્રિયા શરુ કરવામાં આવી.મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીને બંધ કરવામાં આવી.જયારે જી.એસ તરીકે મિતેષભાઈ ખાંટ તેમજ એલ.આર તરીકે રોશની બારીયાનો ભવ્ય વિજય થયો હતો.આમ શાળા ખાતે આનંદ ઉલ્લાસ સાથે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.જેમા શાળાનો સ્ટાફ ગણ તેમને વિધાર્થીઓ પણ આનંદ ઉલ્લાસ સાથે જોડાયા હતા.
ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.