ધંધુકા તાલુકામાં 111 મીમી વરસાદ પડ્યો - At This Time

ધંધુકા તાલુકામાં 111 મીમી વરસાદ પડ્યો


ધંધુકા તાલુકામાં 111 મીમી વરસાદ પડ્યો

રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ અમદાવાદ અને બોટાદ જિલ્લામાં બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. અગાઉ પ્રથમ રાઉન્ડમાં અનરાધાર વરસ્યા બાદ બીજા તબક્કામાં પણ ધુવાધાર વર્ષા થઈ રહી છે. જિલ્લાના મોટાભાગના તાલકાઓમાં અડધાથી. સવાચાર ઇંચ પાણી વરસ્યું હતું. હજુ આગામી ત્રણેક દિવસ સુધી આ રીતે વરસાદ વરસવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે સવારે 6 કલાકથી શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીના 36 કલાકમાં સૌથી વધુ 111 મીમી વરસાદ ધંધુકા તાલુકામાં નોંધાયો હતો. તેમાંય 111 પૈકી 107 મીમી વરસાદ તો શુક્રવારે દિવસે જ વરસ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.