રાજકોટમાં વાહનચાલકો પાસેથી ટ્રાફિક વોર્ડન પૈસાની ઊઘરાણી કરી કોન્સ્ટેબલને આપતા, વીડિયોથી ભાંડો ફૂટતા ACPએ સસ્પેન્ડ કર્યા
રાજકોટ શહેર પોલીસ અવારનવાર બદનામ થતી હોય છે ત્યારે વધુ એક વખત ટ્રાફિક પોલીસ પર બદનામીનો દાગ લાગ્યો છે, જેમાં રાજકોટ ટ્રાફિક પોલીસનાં બે કર્મચારીઓ વોર્ડન સાથે મળીને ભાગબટાઇ કરતા હોવાના CCTV સામે આવ્યા હતા. આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા આ વીડિયો રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીકનો હોવાનું અને ટ્રાફિક કોન્સ્ટેબલ ઉમેદ ગઢવી તેમજ મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલીયા ગુનેગાર હોવાનું સામે આવતા પોલીસ કમિશ્નર દ્વારા આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.