આકોદરા ગામની દૂધ મંડળીમાં તસ્કરો ત્રાટક્યા હિંમતનગર તાલુકાના આકોદરા ગામની દૂધ મંડળીમાં
આકોદરા ગામની દૂધ મંડળીમાં તસ્કરો ત્રાટક્યા હિંમતનગર તાલુકાના આકોદરા ગામની દૂધ મંડળીમાં અજાણ્યા ચોર ઇસમોએ દૂધ મંડળીના દરવાજાનુ તાળુ તોડી છુટક ઘીના પાઉચ તેમજ લુઝ ઘી મળી કુલ રૂપિયા 45,190ની ચોરી કરી નાસી ગયા હતા. જોકે ચોરીના બનાવ અંગે હિંમતનગર એ ડિવીઝન પોલીસ મથકમાં દૂધ મંડળીના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગુરૂવારે મોડી રાત્રે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ આકોદરા ગામની દૂધ મંડળીની ઓફિસના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં રાખેલા ચાર કેરેટમાં ઘીના પાઉચ 500 ગ્રામના આશરે 80 નંગ કિંમત રૂપિયા 25,120 તથા લુઝ ઘી ડબા નંગ 2 મળી કુલ રૂપિયા 45,190 ની રકમની ઘીની ચોરી કરી નાસી ગયા હતા. સવારે ચોરીની ઘટનાની જાણ થતા દૂધ મંડળીના કર્મચારીએ ચેરમેન તથા સેક્રેટરીને જાણ કરતા ચોરીના બનાવ અંગે હિંમતનગર એ ડિવીઝનમાં પીનાકીનભાઇ સુરેશભાઇ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ દિગ્વિજયસિંહ રાઠોડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.