પ્રાંતિજ તાલુકાના કરોલ ગામમાંથી તસ્કરો ભેંસો ચોરી
પ્રાંતિજ તાલુકાના કરોલ ગામમાંથી તસ્કરો ભેંસો ચોરી
ગયા . પ્રાંતિજ તાલુકાના કરોલ ગામમાં તળાવની ખુલ્લી
જગ્યામાં બનાવેલ વાડામાં બાંધેલ બે ભેંસ અને એક પાડી મળી કુલ રૂપિયા 90 હજારની મત્તાની ચોરી કરી કોઇ અજાણ્યા ચોર ઇસમો રાત્રીના સુમારે ટેમ્પા જેવા વાહનમાં ભરીને નાસી ગયા હતા. ચોરીના બનાવ અંગે પશુપાલકે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર કરોલ ગામના મોહનસિંહ પ્રતાપસિંહ મકવાણા તેમજ મજૂરી તેમજ પશુપાલનને વ્યવસાય કરે છે અને તળાવની બાજુની ખુલ્લી જગ્યામાં બનાવેલ વાડામાં ભેંસો બાંધીને રાખતા હતા. પરંતુ ગુરૂવારે રાત્રીના સુમારે કોઇ ચોર ઇસમો ટેમ્પા જેવુ વાહન લઇને વાડાની બાજુમાં આવી વાડામાં બાંધેલ એક ગાભણ ભેંસ કિંમત રૂપિયા 40 હજાર, એક વાસુકી ગયેલી ભેંસ કિંમત રૂપિયા 30 હજાર તથા ચેતનસિંહ ભીખુસિંહ મકવાણાના ગંડેરી રોડ પર આવેલા ઘર પાસે બાંધેલી પાડી કિંમત રૂપિયા 20 હજાર મળી કુલ રૂપિયા 90 હજારની મત્તાની ભેંસોની ચોરી કરી ટેમ્પા જેવા વાહનમાં લઇ નાસી ગયા હતા. સવારે ભેંસોની ચોરી અંગેની જાણ થતા આસપાસમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઇ અતોપતો ન મળતા પ્રાંતિજ પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ઢોર ચોરી અંગેની ફરિયાદ નોંધાવામાં આવી હતી.
બ્યુરો રિપોર્ટ દિગ્વિજયસિંહ રાઠોડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.