રાજપૂત સમાજની ચિંતન શિબિર અમરાપુર(ગીર) ગામે યોજાઇ - At This Time

રાજપૂત સમાજની ચિંતન શિબિર અમરાપુર(ગીર) ગામે યોજાઇ


શ્રી કારડિયા રાજપૂત સમાજ તથા શ્રી નાડોદા રાજપૂત સમાજ દ્વારા માળિયા હાટીના તાલુકાના અમરાપુર (ગીર) ગામે અંકુર વિધા સંકુલ ખાતે તા.07/07/2023 ને શુક્રવારના રોજ રાજપૂત સમાજની અસ્મિતા તથા રાજપૂત સમાજના ઉત્થાન અંગેની એક ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં સમાજના પ્રબુધ્ધજનો, અધિકારીઓ સર્વ શ્રી લક્ષ્મણસિંહ યાદવ (માળીયા હાટીના), ડો. બિપિનસિંહ પરમાર (નવાપરા), શ્રી વિક્રમસિંહ પરમાર (GRCA), શ્રી દિલિપસિંહ પરમાર (સુરત), શ્રી ધીરૂભા ડોડિયા (રામનાથપરા રાજકોટ), શ્રી ચંદુભા પરમાર (રાજકોટ) , શ્રી ગોવિંદસિંહ રાઠોડ (નિવૃત એડી. કલેકટર), શ્રી દિપસિંહજી ડોડિયા (વરતેજ), શ્રી પ્રવિણસિંહ સિંધવ (નાડોદા રાજપૂત સમાજ – ટુંવા) ,શ્રી અરવિંદસિંહ જાદવ (નાડોદા રાજપૂત સમાજ – સુરેન્દ્વનગર), શ્રી વિજયસિંહ જાદવ (કોડીનાર), શ્રી બી. વી. રાઠોડ (બાંટવા), શ્રી મનોજસિંહ વાળા (કોડીનાર), ડો. કરણસિંહ મોરી (ભાવનગર), શ્રી ભરતસિંહ મોરી (શિવાલિક ગ્રુપ, ભાવનગર), શ્રી અમિતસિંહ હેરમા(બાંટવા), શ્રી ચિરાગસિંહ મોરી (દેવળી) તેમજ ગીર વિસ્તારના વિવિધ ગામોના સરપંચો અને સામાજીક આગેવાનો તથા રાજપૂત સમાજના રાજકોટ, સુરેન્દ્વનગર, ભાવનગર, ગીર સોમનાથ, કોડીનાર, શિહોર વિગેરે વિસ્તારના આશરે 100 થી વધુ વડીલો તથા યુવાનોએ ઉપસ્થિત રહેલ.

ચિંતન શિબિરમાં ઉપસ્થિત સમાજના પ્રબુધ્ધજનો, અધિકારીઓ, વડીલો તથા યુવાનોએ પોતાના વકતવ્યો તથા અભિપ્રાયોમાં રાજપૂત સમાજની અસ્મિતા જાળવવા પર સવિશેષ ભાર મુકેલ હતો. તેમજ રાજપૂત સમાજને સ્પર્શતા મુદ્દાઓ જેમકે વસ્તડી ખાતે નિર્માણ પામતા ભવાની ધામ , રાજપૂત સમાજની વિવિધ વિસ્તારોની સામાજીક સ્થિતિ, શૈક્ષણિક સ્થિતિ, રાજપૂત સમાજની ડીરેકટરી, રાજપૂત સમાજના વિવિધ ઘોળ વિગેરે જેવા અનેક વિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત,આ કાર્યક્રમમાં તાજેતરમાં નિવૃત્ત થયેલા અધિક કલેકટર શ્રી ગોવિંદ સિંહ રાઠોડ સાહેબ નું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધા માટે સમાજ માટે પોતાના ધનના ભંડાર ખુલ્લા મૂકનાર દાનવીર શ્રી ધીરૂભા ડોડિયા,શ્રી દિલિપસિંહ પરમાર અને શ્રી ચંદુભા પરમાર નું અદકેરું અભિવાદન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભગતસિંહ ઝણકાતે કર્યું હતું.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.