વંઠી ગયા પછી વાહોદો મધ્યપ્રદેશ પેશાબ કાંડ પછી સતા પક્ષ નું પગ મને ધોવા દયો ને મતદાર.
મધ્યપ્રદેશ પેશાબ કાંડ પછી સતા પક્ષ નું પગ મને ધોવા દયો ને મતદાર સતાપક્ષે સંગઠન માં પદા અધિકારી ઓ વંઠી ગયા પછી વાહીદો. કરશે રાજ્ય ના મુખ્ય મંત્રી એ પીડિત ના પગ ધોઈ સન્માન કર્યું
UCC પહેલા પણ દેશ માં કરોડો લોકો જીવતા હતા અને પછી પણ જીવશે કાયદા બનાવી દેવા સારી વાત છે પણ અમલ ક્યાં કરાય છે ?
મધ્યપ્રદેશ માં પેશાબ કાંડ જો શૂદ્ર ઉચ્ચ વર્ણ પર મૂત્ર ફેંકે તો રાજાએ તેની જનનેંદ્રિય કાપી નાખવી જોઈએ ! નીતિ નિર્ધારકો નીતિ ઓ પોતા ની અનુકૂળતા મુજબ ઉપીયીગ કરતા આવ્યા છે માનવીની પાશવતા ધૃણાનો નફરતનો પરિચય એક વીડિયો દ્વારા જોવા મળ્યો છે મધ્યપ્રદેશ ના સીધી જિલ્લામાં એક આદિવાસી શ્રમિક દશમત રાવત મોઢા પર સત્તાપક્ષના યુવા મોરચાના ઉપાધ્યક્ષ પ્રવેશ શુક્લા મૂત્રવિસર્જન કરતો હોય તેવા અતિ નિંદનીય વીડિયોએ સૌને આઘાત આપ્યો છે ૪ જુલાઈ ૨૦૨૩ ના રોજ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે મન કમને આઈ પી સી કલમ- 294, 504 એટ્રોસિટી એક્ટ કલમ- 3(1) (r) હેઠળ ગુનો દાખલ કરી આરોપીને એરેસ્ટ કર્યો હતો સૌથી નિંદનીય બાબત એ બની કે જે શ્રમિક પર પેશાબ કર્યો હતો તેની પાસે ૪ જુલાઈ ૨૦૨૩ ના રોજ એફિડેવિટ કરાવવામાં આવી કે “હું પ્રવેશ શુકલાએ મારા પર પેશાબ કરેલ નથી અને વાયરલ વીડિયો ખોટો અને બનાવટી છે !" શું તમે કલ્પના કરી શકો કે પ્રવેશ શુકલા નીચે બેઠો હોય અને આ શ્રમિક તેની પર મૂત્ર વિસર્જન કરે ? ના એ શક્ય નથી આદિવાસીના એ સંસ્કાર નથી .પ્રવેશ શુક્લાએ આવી અતિ ગંદી હરકત શામાટે કરી હશે? શું તેમને મનુસ્મૃતિએ પ્રોત્સાહન આપ્યું હશે? શું એક ગરીબ શ્રમિક પોતાની મેળે એફિડેવિટ કરી શકે? આવી એફિડેવિટ કરાવનાર તો મૂત્ર વિસર્જન કરનાર કરતા પણ ખતરનાક નથી? ન્યાય ન મળે તે માટે નું કાવતરું નથી? આવી એફિડેવિટ કરાવનાર સામે એટ્રોસિટી એક્ટ કલમ- 3(1) (q) હેઠળ હેઠળ અલગથી ગુનો બને કે નહીં? .સૌથી વાંધાજનક બાબત એ બની કે પ્રવેશ શુક્લા પોલીસ સ્ટેશને હાજર થવા જાય છે ત્યારે PSI તેની પીઠ પર ધબ્બો મારી સ્વાગત કરે છે ! માની લો કે આ શ્રમિકે પ્રવેશ શુકલા પર પેશાબ કરેલ હોત તો PSI શ્રમિકની પીઠ થાબડત કે ડંડાવાળી કરત? એટ્રોસિટી એક્ટની આવશ્યકતા કેટલી છે; તે આ ઘટના બતાવે છે કે નહીં? ગરીબી માણસનું સત્ત્વ હણી નાખે છે, લાચાર કરી મૂકે છે ! ઝારખંડના IAS અધિકારી મહેશ્વર પાત્રાના પત્ની અને સત્તાપક્ષના નેતા સીમા પાત્રા ઘરકામ માટે રાખેલ આદિવાસી સુનિતાને તેનો પેશાબ પીવડાવતી હતી ગરમ તવેથાથી ડામ દેતી હતી વંચિતો આદિવાસીઓ દલિતો કાયમ ગરીબ રહે તે માટે સત્તાપક્ષ લોકોને ધર્મના નામે ધૂણાવ્યા કરે છે ! શું લોકોએ સતર્ક બનવાની જરુર નથી? ‘UCC-યુનિફોર્મ સિવિલ કોડ’થી દરેક નાગરિકને સમાન અધિકાર મળશે ખરા? UCCના અમલ પછી શ્રમિકો દલિતો આદિવાસીઓ ન્યાય મેળવી શકશે ખરાં? શું UCC પછી પણ મનુસ્મૃતિ મુજબ જ ન્યાય મેળવવો પડશે? મનુસ્મૃતિ, અધ્યાય-8, શ્લોક-૨૮૨ માં લખ્યું છે જો શૂદ્ર અહંકારવશ બ્રાહ્મણાદિક ઉચ્ચ વર્ણ પર થૂંકે તો રાજાએ તેના બન્ને હોઠ મૂત્ર ફેંકે તો તેની જનનેંદ્રિય વાયુ છોડે તો તેની ગુદાને કાપી નાંખવા જોઈએ ! મનુસ્મૃતિની તરફેણ કરનારા ગોડસેવાદીઓ પ્રવેશ શુક્લાની જનનેંદ્રિય કાપી નાખવાની, સજાની માંગણી કરશે ખરાં? શું મનુસ્મૃતિ માત્ર ઉચ્ચ વર્ણને જ ન્યાયનો અધિકાર આપે છે? આમા UCC સમાન અધિકાર મળશે કે કેમ ? નીતિ નિર્ધારકો પોતા ને અનુકૂળતા પ્રમાણે અમલ કરે તો કાયદો કારગત નીવડે ખરો ?કડક કાયદા તો પાડોશી પાકિસ્તાન માં પણ છે પણ અમલ ક્યાં ? અધકચરો અમલ અને અમલ થી બદનામ નીતિ ઓ નતો નાયક સારો પુરવાર થઇ શકે ન તો પ્રજા ને યોગ્ય ન્યાય મળી શકે
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.