મહીસાગર જીલ્લામાં વાસ્મો કચેરીના યુનિટ મેનેજર સહિત ૭ જેટલા કર્મચારીઓની સામુહિક બદલીઓ સહિત સસ્પેન્ડ કરાતા ભારે ફફડાટ !!
મહીસાગર જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમ હેઠળ ચાલતા કામોમાં કર્મચારીઓ અને ખાનગી એજન્સીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ગંભીર ફરિયાદો તથા આક્ષેપો છેલ્લા ઘણા સમયથી થયા છે. રાજ્ય સરકારે એસ્ટીમેન્ટ મુજબ નક્કી કરેલ ધારાધોરણ મુજબની PVC પાઈપના બદલે તકલાદી પાઈપો નાખવામાં આવી હોવાની બૂમો ઉઠી હતી. ઉપરાંત ગેલ્વોનાઇઝના કોક ના બદલે સાદા પ્લાસ્ટિકના કોક બેસાડી ઇજારદારો અને કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લુણાવાડા, સંતરામપુર,
કડાણા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં થયેલ હોવાનું માલુમ પડતા ચાલતા કામોની ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરીઓ અધુરી અને તકલાદી હોવાની ઉભી થયેલ ગંભીર ફરીયાદોના આધારે ગાંધીનગર થી શરૂ થયેલ તપાસોમાં રાજકોટ ખાતેથી તપાસો માટે આવેલ વિજીલન્સ ટીમ દ્વારા લુણાવાડા મુખ્ય મથક ખાતે આવેલ વાસ્મો કચેરીના અધિકારીથી લઈને તમામ સ્ટાફને સસ્પેન્ડ કરવાના આકરા તેવરો દેખાડતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે
એમાં કહેવાય છે કે વાસ્મો કચેરીના એક કર્મચારીએ અસહ્ય માનસિક ત્રાસના પગલે એક તબક્કે ફીનાઇલ પી જવાની ચીમકીનો પ્રયાસ કરતા રાજકોટ વિજીલન્સ ટીમના સત્તાધીશો પણ ચોંકી ગયા હતા.
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરીઓનો કાર્યભાર સંભાળનાર લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીમાં રાજકોટ ખાતેથી વિજીલન્સ ટીમના સુપ્રીટેન્ડેન્ટ એન્જિનિયર ધરાબેન એ. વ્યાસ તથા કોમલબેન અડાલજાના તાબા હેઠળ ટીમોએ સુચના અનુસાર કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ વાસ્મોનો આઉટસોર્સિંગ સ્ટાફ આવેલ ટીમોને સહકાર આપવાના બદલે આંખ મિચોઇની રમત રમી સ્થળ ઉપરથી રફુચક્કર થઈ ગયો હતો. વાસ્મો કચેરીના યુનિટ મેનેજર એ.જી.રાજપુરા સમેત ૬ જેટલા કર્મચારીઓની સામુહિક બદલીઓ સાથે સસ્પેન્ડ કરવા સુધીના આકરા તેવરો દેખાડવામાં આવતા નલ સે જલ યોજનાના વહીવટી તંત્ર અને ગેરરીતિઓ આચરનારા ઈજારદાર ચહેરાઓમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો
ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.