કોડીયાવાડા ખાતે સ્વામીત્વ યોજના અંતર્ગત ડ્રોન ફ્લાઈંગની કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી
*કોડીયાવાડા ખાતે સ્વામીત્વ યોજના અંતર્ગત ડ્રોન ફ્લાઈંગની કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી*
************
સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાના કોડીયાવાડા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે દ્વારા સ્વામીત્વ યોજના અંતર્ગત ચૂના માર્કિંગ તેમજ ડ્રોન ફ્લાઈંગની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
ગામડાના લોકોને ખાસ કરીને ગામતળની જમીનને લઇને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામડાનામાં ઘણા લોકોએ તો પોતાની મિલકતો પંચાયતના ચોપડે ચડાવી પણ નથી અને ગામતળની જમીનના રેકોર્ડ માત્ર રજિસ્ટરમાં જ રહી જાય છે. આથી પોતાની મિલકત હોવા છતાં માલિકને બીજા કોઇ લાભ મળતા ન હતા. આથી જિલ્લાના કોઇ પણ ગામડાના લોકોને આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સ્વામીત્વ યોજના અમલી બની છે. જે અંતર્ગત કલેક્ટરશ્રી દ્વારા આ યોજના હેઠળ જિલ્લામાં થયેલ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
*************
સ્વામીત્વ યોજના શું છે?
********
SVAMITVA યોજના સામાજિક-આર્થિક સશક્તિકરણ અને વધુ આત્મનિર્ભર ગ્રામીણ ભારતને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય-ક્ષેત્રની યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી. SVAMITA નો અર્થ ગામડાઓમાં સર્વેક્ષણ અને ગ્રામ્ય વિસ્તારોમાં સુધારેલી ટેકનોલોજી સાથે મેપિંગ કરવાનો છે. જેનો ઉદ્દેશ્ય "ગામડાઓમાં વસવાટ ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં મકાનો ધરાવતા ગામડાના ઘરના માલિકોને 'અધિકારોનો રેકોર્ડ' પૂરો પાડવા અને મિલકત માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવાનો છે." ડ્રોનનો ઉપયોગ કરીને તમામ ગ્રામીણ મિલકતોનું સર્વેક્ષણ કરી દરેક ગામ માટે જીઆઈએસ આધારિત નકશા તૈયાર કરવાની યોજના છે.
આ યોજના થકી ગ્રામીણ પરિવારોને લોન અને અન્ય નાણાકીય લાભો લેવા માટે તેમની મિલકતનો નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. તેમજ ગ્રામીણ આયોજન માટે જમીનના ચોક્કસ રેકોર્ડ બનાવવાનો માર્ગ પણ મોકળો બનાવે છે.
************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.