રૈયા એક્સચેન્જ નજીક બાઈક રોકવા ટ્રાફિક વોર્ડને ચાલકને થાપો માર્યો, પટકાયેલો પરિવાર મોતના મુખમાંથી માંડ બચ્યો - At This Time

રૈયા એક્સચેન્જ નજીક બાઈક રોકવા ટ્રાફિક વોર્ડને ચાલકને થાપો માર્યો, પટકાયેલો પરિવાર મોતના મુખમાંથી માંડ બચ્યો


ટ્રાફિક નિયમનના નામે માનવીય સંવેદના નેવે મૂકી રોજબરોજ ભક્ષકો જેવી ભૂમિકા ભજવનારા કહેવાતા રક્ષકોને સાગમટે હટાવી દાખલો બેસાડો

રાજકોટમાં વિકટ બની રહેલી ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં તો પોલીસ નિષ્ફળ નિવડી જ છે, પરંતુ ટ્રાફિક નિયમન માટે જેને ફરજ સોંપવામાં આવી છે તે ટ્રાફિક વોર્ડન હવે શહેરીજનો માટે લૂંટારુ સાબિત થઇ રહ્યા છે. ગેરકાયદે વાહનો અટકાવતા અા વોર્ડને મંગળવારે એવું દુ:સાહસ કર્યું હતું કે એક પરિવારની જિંદગી માંડ બચી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.