દિવ્યાંગજનો આત્મનિર્ભર બની રોજગારી મેળવી શકે તે હેતુસર સાધન સહાય યોજના અન્વયે કીટ વિતરણનો કાર્યક્રમ સંપન્ન - At This Time

દિવ્યાંગજનો આત્મનિર્ભર બની રોજગારી મેળવી શકે તે હેતુસર સાધન સહાય યોજના અન્વયે કીટ વિતરણનો કાર્યક્રમ સંપન્ન


દિવ્યાંગજનો આત્મનિર્ભર બની રોજગારી મેળવી શકે તે હેતુસર સાધન સહાય યોજના અન્વયે કીટ વિતરણનો કાર્યક્રમ સંપન્ન

બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જીન્સી રોય તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે બોટાદ જિલ્લાનાં દિવ્યાંગોને સાધન સહાય યોજના અંતર્ગત કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો દિવ્યાંગજનોને અન્ય પર નિર્ભર ન રહેવુ પડે અને આત્મનિર્ભર બની રોજગારી મેળવી શકે તે હેતુસર સાધન સહાય યોજના અન્વયે સરકારશ્રી તરફથી તેઓને કીટ મળે છે જે અંતર્ગત કલેક્ટર કચેરીમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જીન્સી રોય તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયા સહિતનાં મહાનુભાવોનાં હસ્તે જિલ્લાનાં 38 દિવ્યાંગોને દૂધ-દહીંનાં સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અધિક જિલ્લા કલેક્ટરશ્રી મુકેશ પરમાર, સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડી.કે. જાડેજા, બાળ સુરક્ષા અધિકારીશ્રી સુભાષભાઇ ડવ સહિતનાં અધિકારીશ્રીઓ તેમજ ઉત્સાહી કર્મચારીશ્રીઓ જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.