બોટાદના શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર ખાતે કવિ રત્નાકર નાંગરનું વ્યાખ્યાન યોજાયું - At This Time

બોટાદના શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર ખાતે કવિ રત્નાકર નાંગરનું વ્યાખ્યાન યોજાયું


બોટાદના શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર ખાતે કવિ રત્નાકર નાંગરનું વ્યાખ્યાન યોજાયું

બોટાદ તુરખા રોડ પર આવેલ શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રખ્યાત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર ખાતે રાજ્યના જાણીતા લેખક, કવિ અને શ્રેષ્ઠ શિક્ષક શ્રી રત્નાકર નાંગરનું ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સુંદર વ્યાખ્યાન યોજાઈ ગયું આ વ્યાખ્યાનમાં શ્રી નાંગરે ભારતીય સંસ્કૃતિમાં આવા તહેવારોનું મહત્ત્વ,વિવિધ પર્વોથી માનવજીવન પર અસરો, ગુરુપૂર્ણિમાનું શાસ્ત્રીય મહત્ત્વ,વિવિધ ગુરુઓ અને તેમના પ્રખ્યાત શિષ્યો વગેરે બાબતો સાથે પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનના રસદર્શન સાથે યુરોપના સોક્રેટિસ,પ્લેટો અને એરિસ્ટોટલ જેવા મહાન ફિલોસોફરોના જીવન ચરિત્રોની ઉત્તમ બાબતો સાથે પોતાની વિદ્ધતાપૂર્ણ શૈલીમાં અસ્ખલિત રીતે દોઢ કલાકનું મનનીય વ્યાખ્યાન આપી બાળકોને રસતરબોળ કર્યા હતા.સંસ્થાના બાળકોની વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ પણ થયેલ. ટ્રસ્ટ દ્વારા શ્રી રત્નાકર નાંગરનું મોમેન્ટો વડે સન્માન કરવામાં આવેલ સંસ્થાના પ્રમુખ શ્રી વિનોદભાઈ કાલસરિયા,મંત્રી શ્રી વિજયભાઈ ઘાઘરેટિયા અને આચાર્ય શ્રી અરવિંદભાઈ બાવળિયા દ્વારા આ સમગ્ર ગુરુપૂર્ણિમા કાર્યક્રમ સફળ બનાવવા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.