ગુજરાત રાજ્યના દરેક મુખ્ય શહેરોમા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા લગાવવામાં આવેલ છે - At This Time

ગુજરાત રાજ્યના દરેક મુખ્ય શહેરોમા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા લગાવવામાં આવેલ છે


ગુજરાત રાજ્યના દરેક મુખ્ય શહેરોમા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા લગાવવામાં આવેલ છે જેના આધારે પોલીસ દ્વારા કેમેરાનુ મોનીટરિંગ કરી ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકોને ઇ-મેમો(ઇ- ચલણ) તારિખ ૧૫/૦૨/૨૦૨૦ થી હિંમતનગર વિસ્તારમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરાથી આપવામાં આવી રહેલ છે.

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોના ભંગ બદલ આપવામાં આવતા ઈ-ચલણને One Nation One Challan(ONOC) સિસ્ટમથી ઈ-ચલણ જારી કરવાની કામગીરી તારીખ ૧૩/૦૬/૨૦૨૩ થી ચાલુ કરવામા આવેલ છે જેથી અત્રેના જિલ્લામાં One Nation One Challan(ONOC) સિસ્ટમથી ઈ-ચલણ જનરેટ કરવાની શરૂઆત કરવામાં આવેલ છે જેમાં નીચે મુજબની કાર્યવાહી થનાર છે.

* ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ-ચલણ જનરેટ થયેથી વાહન જે માલિકને મોબાઈલ નંબર આર.ટી.ઓ કચેરી રજીસ્ટ્રેશન વખતે આપેલ નંબર પર SMS થી જાણ થશે જે વાહન માલિકે મોબાઇલ નંબર બીજાનો આપેલ હોય તો આર.ટી.ઓ કચેરી પોતાનો નંબર અપડેટ કરાવવાની જવાબદારી જે તે વાહન માલિકની રહેશે.

* ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઈ-ચલણના દંડના નાણા વાહન માલિક ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકશે.

* ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ-ચલણનો દંડ ૯૦ દિવસમાં ભરવાનો રહેશે. ૯૦ દિવસમાં દંડ નહીં ભરનાર વાહન માલિકનું ઈ ચલણ આપમેળે વર્ચ્યુઅલ કોર્ટમાં આગળની કાર્યવાહી માટે જતું રહે છે ત્યારબાદ કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

* ઈ-ચલણનો દંડ ભરવાનો બાકી હશે તો આરટીઓ કચેરી ખાતે વાહન રજીસ્ટ્રેશનની કામગીરી થઈ શકશે નહીં જેની તમામ નોંધ લેવા અપીલ કરવામાં આવે છે.

* ઓફલાઈન : નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર, પોલીસ અધિક્ષકની કચેરી,પોલીસ હેડ ક્વાર્ટર, હિંમતનગર ખાતે રોકડથી ભરી શકાશે.

* ઓનલાઇન : http://echallan.parivahan.gov.in/ વેબસાઈટ પરથી ઓનલાઇન (નેટબેન્કિંગ/ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ/યુપીઆઈ) વગેરેથી ભરી શકાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.