રેબઝેબ થયાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં ઉકળાટ વધતાં લોકો તોબાહ પોકારી ઊઠ્યાં - At This Time

રેબઝેબ થયાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં ઉકળાટ વધતાં લોકો તોબાહ પોકારી ઊઠ્યાં


ધોધમાર વરસાદ વરસ્યો પરંતુ બફારો વધતાં લોકો પરસેવે

રેબઝેબ થયાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં ઉકળાટ વધતાં લોકો તોબાહ પોકારી ઊઠ્યાં

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે દિવસથી અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. ધોધમાર વરસાદની અનેક વિસ્તારો બેટમાં ફેરવાયાં હોવાથી છતાં આજે બુધવાર વાતાવરણમાં
બફારો અને ઉકળાટ વધતાં લોકો તોબાહ પોકારી ઉઠ્યાં હતા. અસહ્ય ઉકળાટના કારણે શહેરીજનો સવારે અને બપોરના સમયે પરસેવે રેબઝેબ થયા હતા.
વરસાદી માહોલના બફારો કારણે રાજ્યનાં મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી નીચે અને લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રીથી નીચે આવી ગયું છે. અમદાવાદ શહેરમાં બે દિવસથી વરસાદે સાવ વિરામ લીધો છે પરંતુ વાતાવરણમાં હજુ ભેજનું પ્રમાણ યથાવત છે. તાપમાનનો પારો ગગડચાં કાળઝાળ ગરમી સાવ ઘટી ગઈ છે. પરંતુ બફારો અને ઉકળાટ વધતાં લોકો હેરાન-પરેશાન થયાં છે. બપોરના સમયે લોકોના શરીર પરથી પરસેવાના રેલા ઉતરવા લાગ્યાં હતા. ધોધમાર વરસાદ પડવા છતાં ઉકળાટના કારણે લોકો A.C.નો સતત ઉપયોગ કરી રહ્યાં છે. બીજી તરફ શુક્રવારે શહેરમાં હળવાથી મધ્યમપ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ હોવાથી જ્યાં સુધી વરસાદ પડશે નહી ત્યાં સુધી ઉકળાટમાં સતત વધારો થશે વરસાદના આગમન પહેલાનો બફારો લોકોને ત્રાહિમામ કરે છે.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.