સાબરકાંઠા જીલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશનના મર્ડરના ગુન્હામાં સજા ભોગવી રહેલ આરોપી
સાબરકાંઠા જીલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશનના મર્ડરના ગુન્હામાં સજા ભોગવી રહેલ આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી ફર્લો રજા પરથી છેલ્લા દોઢ વર્ષથી ફરાર કેદીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા સા.શ્રી સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં પેરોલ/ફર્લો રજા પરથી તેમજ વચગાળાના જામીન અને પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીઓને પકડવાની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.જી.રાઠોડ એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી.જોષી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ (એલ.સી.બી.) તથા એલ.સી.બી. સ્ટાફના માણસો એ.એસ.આઇ.રજુસિંહ, એ.એસ.આઇ. વિક્રમસિંહ, એ.એસ.આઇ. ચાંપાભાઇ, અ.પો.કો.વિક્રમસિંહ, અ.પો.કો.ગોપાલભાઈ, આ.પો.કો.વિજયકુમાર, આ.પો.કો. પ્રકાશભાઇ, આ.પો.કો.અનિરૂધ્ધસિંહ, ડ્રા.પો.કો.યશવંતસિંહ નાઓ ફરારી કેદીઓની તપાસમાં વિજયનગર પો.સ્ટે. વિસ્તારમાં હતા.
દરમ્યાન એ.એસ.આઇ.રજુસિંહ, તથા અ.પો.કો.ગોપાલભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે, અમદાવાદ મધ્યસ્થ જેલના ફર્લો રજા પરથી ફરાર પાકા કામના કેદી નં. S/૧૧૯૫૪ ગલજીભાઇ હરીભાઇ ગુર્જર ઉ.વ.૬૦ રહે.ઉખલા ડુંગરી તા.વિજયનગર જી.સાબરકાંઠાને વિજયનગર પો.સ્ટે. જી.સાબરકાંઠા ફસ્ટ પાર્ટે નંબર ૨૪૪/૨૦૦૬ ઇ.પી.કો. ક.૩૦૨ (સેશન્સ કેસ નં.૧૯૧/૨૦૦૭) મુજબના ગુન્હાના કામે આજીવન કેદની સજા થયેલ અને સદરી આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ હતો. જે કેદીને ફર્લો રજા પર જેલ મુક્ત કરવામાં આવેલ અને તા.૦૬/૦૩/૨૦૨૨ ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનુ હતુ. પરંતુ હાજર થયેલ નહી અને ફરાર થઇ નાસતો ફરતો રહેલ. જે ફર્લો રજા પરથી ફરાર આરોપી પોતાના રહેણાંક ઘરે ઉખલા ડુંગરી તા.વિજયનગર આવેલ છે અને હાજર છે." તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે ટેકનીકલ સર્વેલન્સની મદદથી મજકુર આરોપીને પકડવા સફળ આયોજન કરી કેદી નં. S/૧૧૯૫૪ ગલજીભાઇ હરીભાઇ ગુર્જર ઉ.વ.૬૦ રહે.ઉખલા ડુંગરી તા.વિજયનગર જી.સાબરકાંઠાને તેના રહેણાંક ઘરે ઉખલા ડુંગરી ખાતેથી ઝડપી લઇ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.